Home »Daxin Gujarat »Latest News »Bharuch» Driver Death In Truck Accident At Ankleshwar Area

અંક્લેશ્વર પાસે ભયાનક અકસ્માત, ટેમ્પા અને સ્ટીયરિંગ વચ્ચો ફસાયો ડ્રાઇવરનો મૃતદેહ

Harshad Mistry, Ankleshwar | Mar 21, 2017, 02:32 AM IST

  • અકસ્માતમા ડ્રાઈવરનું મોત

 

અંકલેશ્વર:અંકલેશ્વર નેહા નં ૮ પર આવેલ નવજીવન હોટલ પાસે એક ટેમ્પો અજાણ્યા વાહન સાથે ધડાકા ભેર અથડાતા ડ્રાઈવર નું ઘટના સ્થળ પર જ મોત નિપજવા પામ્યું હતું. અકસમાત એટલો ગંભીર હતો કે ડ્રાઈવર સ્ટેરીંગ અને ટેમ્પા બોડી વચ્ચે ફસાતા ભરે જહેમતે બહાર કાઢવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે પોલીસ જાણ થતા પોલીસ કુમક ઘટના સ્થળે દોડી આવી હતી. અને વધુ તપાસ આરંભી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરને હા નં ૮ પર અંસાર માર્કેટ પાસે આવેલ હોટલ નવજીવન પાસે અવાર નવાર ગોઝારા અકસ્માતો સર્જાય છે. રવિવારની મોડી રાત્રે નવજીવન હોટલ પાસે એક ટેમ્પો નં જી.જે.૧૫.વાય.વાય.૭૮૯૩નો ચાલક સુરત તરફ થી ભરૂચ તરફ આવી રહ્યો હતો તે દરમ્યાન નવજીવન હોટલ પાસે કોઈ અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાતાં ડ્રાઈવર સ્ટેયરિંગના ભાગે થી અંદર જ ફસાયી જતા ૧૦૮ આવે તે પહેલાં જ તેનું ઘટના સ્થળે મોત નિપજવા પામ્યું હતું. પ્રાથમિક દર્ષ્ટિએ જોતા ટેમ્પો કોઈ અજાણ્યા વાહનના પાછળના ભાગે ઘુસી ગયો હોય એવું લાગી રહ્યું હતું.
  સ્થળ પર હાજર લોકો એ ટેમ્પો ડ્રાઈવરને ભારે જહેમત ઉઠાવી બહાર કાઢ્યો હતો પરંતુ શરીર પર ઈજાઓ વધારે થતા ડ્રાઈવર મોતને ભેટ્યો હતો.પોલીસને અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક તે ઘટના સ્થળે દોડી જઇ ટેમ્પોને હાઈવે થી સાઈડ પર કરી હાઈવેને ચાલુ કર્યો હતો.પોલીસને ટેમ્પા માંથી મળેલ ડ્રાઈવરના લાયસન્સ પર થી મરણ જનાર ડ્રાઈવર નું નામ અને ગામ નું એડ્રેસ મળ્યું હતું જેમાં મરનાર ડ્રાઈવરનું નામ દેવારામ હરુરામ અને ગામ બાડમેર રાજસ્થાનનો વતની હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસએ અજાણ્યા વાહન ડ્રાઈવરના નામ અને સરનામાં પર થી તેના સગા વ્હાલાઓને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી. બનાવની વધુ તપાસ અંકલેશ્વર રૂરલ પો.સ્ટે ચલાવી રહ્યું છે.
 
( તસવીર - હર્ષદ મિસ્ત્રી )

વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: driver death in truck accident at Ankleshwar area
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended