Home »Daxin Gujarat »Latest News »Bharuch» Contest Winners Were Awarded Prizes

હરીફાઈમાં વિજેતાઓને ઇનામોથી નવાજવામાં આવ્યાં

Harshad Mistry, Ankleshwar | Apr 19, 2017, 04:29 AM IST

અંકલેશ્વર:હાંસોટ ખાતે ગુજરાત રાજ્ય કક્ષાનું અશ્વ મેલાનું આયોજન કરાવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય ભર 123 માંથી જેટલા અશ્વો સાથે તેના માલિકો ભાગ લીધો હતો. આ પ્રસંગે વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી નિહાળવા મોટી સંખ્યા જનમેદની ઉમટી હતી.
 
અશ્વ મેળામાં સૌથી વધુ આકર્ષણ અશ્વ દોડ જમાવ્યું હતું જેમાં 87 જેટલા સ્પર્ધકો ભાગ લીધો હતો કાર્યક્રમના અંતે વિજેતા રમતવીરો મેડલ અને ટ્રોફી અને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા. જેમાં મોટી રાવલમાં પ્રથમ  વિજેતા અશરફ ખાન, વટામણ ચોકડી, બીજા ક્રમે બકરભાઈ તર્કી, નાની નરોલી અને ઇકબાલ હાટીયા પાનોલી અંકલેશ્વરના વિજેતા બન્યા હતાં. જયારે નાની રવાલ માં અશરફ ખાન વટામણ ચોકડી પ્રથમ, કમલેશભાઈ પાલેજ , હાજી રસીદ, સુરત સાયણના વિજેતા બન્યા હાટ.આ તો ઝડપમાં પ્રથમ દિલાવરભાઈ, સરથાણ, ઈરફાન કાનુગા હાંસોટ, અને ચાવડા હીતેદ્રસિંહ અમદાવાદના વિજેતા બન્યા હતા. સંગ્રહ આયોજન હાંસોટના હિન્દૂ-મુસ્લિમ આગેવાનો સાથે મળી કરી કોમી એકતાનું ઉદાહરણ પૃરુ પાડ્યું હતું. અશ્વ મેળાને નિહાળવા રાજ્યભર માંથી અશ્વ રસિકો હાજર રહ્યા હતા.
 
( તસવીર - હર્ષદ મિસ્ત્રી )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Contest winners were awarded prizes
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended