Home »Daxin Gujarat »Latest News »Bharuch» Collector Office Outside Dediapada Farmers Protest In Rajpipla

ખેડૂતોના રાજપીપળા કલેકટર ઓફિસે ધરણાં, બજારો બંધ કરવાની આપી ચીમકી

Pravin Patwari, Rajpipla | May 19, 2017, 04:36 AM IST

  • ખેડૂતોએ તેમના પૈસા પરત મેળવવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ હોબાળો મચાવ્યો
રાજપીપળા:દેડીયાપાડા અને સાગબારા તાલુકાના ખેડૂતોએ વેપારી પાસેથી નાણા પરત મેળવવાની માંગ સાથે કલેકટર કચેરીએ ધરણા કર્યાં હતાં. વેપારી કલ્પેશ અગ્રવાલે ખેડૂતો પાસેથી તુવેરની ખરીદી કરી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે.

દેડિયાપાડા-સાગબારાના બજારો બંધ કરાશે

દેડીયાપાડા,સાગબારા અને સેલંબાના અસરગ્રસ્ત ખેડૂતો ગુરૂવારે નર્મદા જિલ્લા બીટીએસ.પ્રમુખ મહેશ વસાવા, કારોબારી સમિતિના ચેરમેન બહાદુર વસાવા, ચૈતર વસાવા સહિતના આગેવાનો રાજપીપળા કલેકટર કચેરીએ ધસી આવ્યા હતાં અને કલેકટર કચેરીની બહાર ધરણા કર્યા હતા. ધરણા દરમિયાન વેપારી જ્યાં સુધી ખેડૂતોના હકનાં રૂપિયા પરત નહિ આપે ત્યાં સુધી દેડીયાપાડા, સાગબારાના બજારો અચોક્કસ દિવસ સુધી ખુલવા નહીં દઈએ તેવી ચીમકી આપી હતી.

છેતરપિંડી કરનાર પાસેથી નાણા પરત કરવાની માંગ

કલેકટરને રજૂઆત કરી હતી કે, ખેડૂતો સાથે જ છેતરપિંડી કરી છે તેનું જવાબદાર દેડીયાપાડા અને સાગબારા એપીએમસી છે. જો ૭ કરોડનો કાચો માલ ખરીદ્યો છે તો તેના ૧ ટકા લેખે ૭ લાખ રૂપિયા દેડીયાપાડા એપીએમસીમાં જમા કરાવી છે કે નહિ તેની તપાસ થવી જોઈએ. દેડીયાપાડા અને સાગબારા એપીએમસીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
 
(તસવીરો: પ્રવિણ પટવારી, રાજપીપળા)
તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Collector Office Outside Dediapada Farmers Protest in Rajpipla
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended