Home »Daxin Gujarat »Latest News »Bharuch» Ankleshwar Sarpanch Murder Case, Police Arrested Four People

અંકલેશ્વરના અંદારા ગામના સરપંચ હત્યામાં પોલીસ ચારેય આરોપી ધરપકડ કરી

Harshad Mistry, Ankleshwar | Apr 21, 2017, 21:42 PM IST

અંકલેશ્વર:અંકલેશ્વર તાલુકાના અંદારા ગામના ગુમ સરપંચ અંતે હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. હત્યાનું કારણ કરોડો રૂપિયાની જમીનના એન.એ. કાગળ તેમજ અન્ય ખોટા કાગળો પર સહી નહિ કરતા સતીશ વસાવાના કારણે કરોડો રૂપિયા આર્થિક ફટકો હોવાનું બહાર આવ્યું છે. સતીશ વસાવા હત્યા કરવા માટે કાવતરું રચનાર પંચાયત સભ્ય કૃણાલ પરમાર તેમજ અન્ય 3 મળી કુલ 4 આરોપી પોલીસે ઝડપી પાડી રિમાન્ડ ની તજવીજ આરંભી હતી.
 
બહુચર્ચિત બનેલા અંદારા ગામના સરપંચ સતીશ વસાવાના રહસ્યમય ગુમ થવું અને ત્યારબાદ તેની હત્યાનો ચોંકવાનરો ખુલાસો ચર્ચાના એરણે છે. માત્ર 3 મહિનાનું સરપંચ પદ ભોગવી ચૂકેલા સ્વ.સતીષ વસાવાને સરપચ બનવું અને તે પણ ઈમાનદારી પૂર્વક કામ કરવું હત્યાનું કારણભૂત બન્યું છે. પોલીસ દ્વારા હત્યા પાછળનો પરદો ઉંચકતા હત્યામાં સૌથી પહેલા તેના મિત્ર નારંસગ ઉર્ફે નરેન્દ્ર વાળાને પોલીસે લોકેટ કરવાની કોશિષ કરતા સતીશ વસાવા ગુમ થવાના બીજા દિવસ ગુમ થયા બાદ ગુજરાત તેમજ રાજસ્થાન સહીત વિસ્તારો પોલીસને તેનું લોકેશન ટ્રેસ કર્યું હતું. અંતિમ લોકેશન વડોદરા નજીક ટ્રેસ થયા બાદ પોલીસે નારંસગ ઉર્ફે નરેન્દ્ર વાળા ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

પોલીસે ઝડપાયેલ નારંસગ ઉર્ફે નરેન્દ્ર પોલીસ અકારી પૂછપરછમાં ભાંગી પડતા પોલીસ સમક્ષ સિલસિલા બંધ વિગતો રજુ કરતા પોલીસ પણ ચોકી ઉઠી પોલીસ દ્વારા તેના નિવેદન આધારે હત્યાં કાવતરા માસ્ટર માઈન્ડ કૃણાલ પરમાર અને અનિલ વસાવા તેમજ નિલેશ વસાવા ઝડપી પાડ્યા હતા. અને ત્રણેય તપાસ ટીમ દ્વારા તમામ અલગ અલગ પુછપરછ શરૂ કરતા તેમાં  હકીકત બહાર આવી હતી. કૃણાલ પરમાર ના કરોડો રૂપિયા જમીનના એન.એ કાગળીયા તેમજ કેટલાક ખોટા દસ્વાવેજ પર સરપંચ સતીષ વસાવા ના પાડતા હતા. જેને લઇ બંને વચ્ચે ખટરાગ ઉભો થયો હતો.જે દિવસે દિવસે વધી રહ્યો હતો. એટલુંજ નહિ સરપંચ પદ હેઠળ બાંધકામ કામો થયેલા ખોટા કામની તપાસ શરૂ કરી હતી. જે સરપંચ પદ હેઠળ તેમની પ્રામાણિક તેમનું મોતનું કારણ બન્યું છે.

કૃણાલ દ્વારા હત્યાનું કાવતરું રચી સતીશ વસાવાના નજીક એવા નારંસગ ઉર્ફે નરેન્દ્ર વાળા તેમજ અનિલ વસાવા અને નિલેશ વસાવા, રૂપિયા લાલચ આપી હતી. અને કાવતરા ભાગ રૂપે નારંસગ ઉર્ફે નરેન્દ્ર વાળા ખોડીયાર માતાજી મંદિરે બાધા કરવા બહાને અમરતપુરા ગામ ખાતે લઇ આવ્યો હતો જ્યાં પહેલાથીજ સંતાયેલ કૃણાલ અને અનિલ તેમજ નિલેશ જેવા દર્શન માટે સતીશ વસાવા ઝૂક્યા કે તરતજ અનિલ વસાવા લેખન્ડ ઍંગલ ફટકો માથામાં મારી દેતા સતીશ વસાવા પડી ગયો હતો અને તેના ગળા ફટકાર મારી હત્યા કરી નાખી હતી. અને હત્યા બાદ 200 મીટર સુધી લાશ ઢસડી લાવી બીજા ખોદેલા ખાડા દાટી દીધા હતો. જે આધારે પોલીસે ગુરુવાર સવારે મૃતદેહ બહાર કાઢ્યો હતો. 
 
હત્યા ચારેય આરોપી ઝડપી લેવામાં આવ્યા છે
 
હત્યા મુખ્ય શકમંદ નારંસગ ઉર્ફે નરેન્દ્ર વાળા ટ્રેસ કરવામાં આવ્યો હતો. જેને ઝડપી પાડવા 3 ટીમો દ્વારા વિવિધ મુદ્દે તપાસ કરવામાં આવી રહી હતી જે ઝડપાઇ જતા તેના નિવેદન આધારે સંગ્રહ હકીકત બહાર આવી હતી જે આધારે મૃતદેહ પ્રથમ શોધી કઢવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ગત રોજ તમામ આરોપી અટક કરવામાં આવી છે. તમામ પુરાવા તેમજ અન્ય હત્યા સાધન સહીત મુદ્દા આધારે રીમાન્ડ બાદ જ તપાસ થી બહાર આવશે.- અનિતા વાનાણી, ડી.વાય.એસ.પી. એસ.ટી.એસ.સી સેલ ભરૂચ તપાસ અધિકારી 
 
( તસવીર - હર્ષદ મિસ્ત્રી )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...


(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ankleshwar Sarpanch murder Case, police arrested four people
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended