Home »Daxin Gujarat »Latest News »Bharuch» Ankleshwar Became Victims NEGLIGENCE Circle Road System

અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ તંત્રની બેદરકારીનો ભોગ બન્યું

Harshad Mistry, Ankleshwar | Mar 21, 2017, 00:02 AM IST

અંકલેશ્વર:અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પર છેલ્લા 6 મહિના થી ગાંધીજી ત્રણ વાંદરાની પ્રતિકૃતિ સમાન ત્રણ માનવ કૃતિ ખંડિત હાલતમાં છે. મહાત્મા ગાંધીજીના સંદેશો લોકો સુધી ફેલાવવા માટે મુકાયેલી પ્રતિકૃતિઓ તંત્રની બેદરકારીનો ભોગ બની છે. રીનોવેશન માટે મંજૂરી મળી હોવા છતાં આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
 
નગરપાલિકા દ્વારા રીનોવેશન માટે મંજૂરી મળી હોવા છતા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી
 
ગાંધીજીના ત્રણ વાંદરા બુરા મત દેખો, બુરા મત સુનો, બુરા મત બોલો એક નિશાની રૂપ છે. જે પ્રતીક રૂપ માનવ આકૃતિ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સહોયગ થી ઉભી કરી હતી. જે આજે છેલ્લા 5 વર્ષ માં અનેક વાર ખંડિત થઇ ચુકી છે. હાલ આ બાવલા હાથ નથી તો કોઈ પગ નથી. રોજ હજારો લોકો આ સર્કલ પરથી પસાર થાય છે. જે અંગે 6 મહિના થી આ સ્થિતિ માં છે. સર્કલ રીનોવેશન માટે બોર્ડ ની મંજૂરી મેળવી ટૂંકમાં સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે તેમ પાલિકા સત્તાપક્ષે જણાવ્યું હતું.પણ આજદિન સુધી તેના એજ હાલ છે. ઉલટાનું તેના પગ ખંડિત હાલત જોડેલા હતા જે પણ હવે તો ત્યાં હયાત નથી. પણ સત્તાપક્ષ દ્વારા   સચ મત દેખો, સચ મત સુનો, સચ મત બોલો ઉક્તિ સાર્થક કરતા હોય તેમ નગરજનો પ્રતીતિ કરાવી રહ્યા છે.
 
( તસવીર - હર્ષદ મિસ્ત્રી )
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ankleshwar became victims NEGLIGENCE circle road system
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended