Home »Daxin Gujarat »Latest News »Bharuch» Anil And Nilesh Performed The Search For Sarpanch Satish In Ankleshwar

અંકલેશ્વર સરપંચ હત્યાં કેસ: અનિલ અને નિલેશે સતીષને શોધવાનો કર્યો દેખાવ

Harshad Mistry, Ankleshwar | Apr 21, 2017, 00:59 AM IST

  • સરપંચ ગુમ થવાના પ્રકરણમાં સતીષ વસાવાની હત્યા કરાઇ હતી
અંકલેશ્વર: સરપંચ સતીષ વસાવાના ગુમ થવાના પ્રકરણનો પોલીસે ભેદ ઉકેલી નાંખ્યો છે.ગામના ડેપ્યુટી સરપંચના ભાઈ અને વોર્ડ સભ્ય કૃણાલ પરમાર અને અનિલ વસાવા અને નિલેશ વસાવા સહિતના આરોપીઓ સતીષની હત્યા કરી નાંખી હતી. તેની લાશને અમરતપરા ગામ નજીક દાટી દેવામાં આવી હતી. હત્યા કેસના બે આરોપી નિલેશ અને અનિલ તો હત્યા કર્યા બાદ ગામમાંજ રહી મૃતક સતીષ વસાવાને શોધવા માટે પરિજનો સાથે નેત્રંગ સહિત વિવિધ વિસ્તારોમાં ગયાં હતાં. સરપંચને  શોધવાની માગ સાથે નીકળેલ રેલીમાં પણ તેવો જોડાયા હતાં. બંધના એલાનમાં પણ તેઓ જોવા મળ્યાં હતાં.
 
વિવાદીત ફાઇલોને કારણે મોત મળ્યું હોવાની ચર્ચા
 
ડીસેમ્બર મહિનામાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સતીષ વસાવા ગામના સરપંચ તરીકે 3,862 મતે વિજેતા બન્યાં હતાં.ગામનાકેટલાક બાંધકામો ફાઈલોની તેમણે તપાસ શરૂ કરી હતી.  જમીનના એન.એ પર સહી ન કરતાં હોવાથી તેમને મોતને ઘાટ ઉતારી દેવાયાં હોવાનો ઘટસ્ફોટ થયો છે.
 
બાઇક પર સરપંચ સતીષ વસાવા મંદિરે લઇ ગયો

પોલીસ ફરિયાદ મુજબ હત્યાનું કારણ એન.એ ની જમીન માટે કાગળો તેમજ અન્ય ખોટા કાગળો પર સહી નહિ કરતા વોર્ડ સભ્ય કૃણાલ પરમારને મોટું આર્થિક નુકશાન થયું હતું. જેની રીસ રાખી પૂર્વ આયોજિત કાવતરા ભાગ રૂપે નારસંગ વાળા બાઇક પર સરપંચ સતીષ વસાવા મંદિરે લઇ ગયો હતો. જ્યાં  કૃણાલ પરમાર,અનિલ વસાવા અને નીલેશ વસાવા હાજર હતાં.
 
(તસવીરો, હર્ષદ મિસ્ત્રી, અંકલેશ્વવર)
તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો, રૂપિયાની લેતીદેતી પણ કારણભુત હોવાની ચર્ચા...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Anil And Nilesh Performed The Search For Sarpanch Satish in Ankleshwar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended