Home »Daxin Gujarat »Latest News »Bharuch» 2500ની લાંચ લેતાં સામાજિક વનિકરણના ક્લાર્ક ઝડપાયાં

2500ની લાંચ લેતાં સામાજિક વનિકરણના ક્લાર્ક ઝડપાયાં

DivyaBhaskar News Network | Apr 21, 2017, 03:45 AM IST

  • 2500ની લાંચ લેતાં સામાજિક વનિકરણના ક્લાર્ક ઝડપાયાં,  bharuch news in gujarati
સામજિકવનિકરણ વિભાગમાં ફરજ બજાવતાં હરીશ કાંતિલાલ રાણા નિવૃત્ત થયાં બાદ તેમને બઢતીના હાયર સ્કેલનો લાપ તેમજ પગારપંચનો લાભ મળે તેમ હોઇ તેઓ કચેરીના ધક્કા ખાઇ રહ્યાં હતાં. સામાજિક વનિકરણ કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં અને ઝઘડિયાના કોઠીદરા ગામના રહિશ રતન ચિમન વસાવાએ તેમને મળવાપાત્ર લાભ તેમને મળી રહે તેમજ તેને લગતી જરૂરી કાર્યવાહી કરી આપવાના બદલામાં રૂપિયા 5 હજારની લાંચ માંગી હતી. જે પૈકી 2500 રૂપિયા પહેલાં અને બાકીના 2500 રૂપિયા કામ થયા બાદ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

...અનુસંધાન પાના નં.2

કચેરીના ધરમધક્કાથી ત્રાસી ગયેલાં હરીશ રાણાએ આખેર ભરૂચ લાંચરૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરી તેમને તમામ હકિકતથી વાકેફ કરતાં એ.સી.બીના ઇન્સ્પેક્ટર પી. ડી. બારોટે છટકું ગોઠવ્યું હતું. જેને પગલે તેમણે નિયત સમયે ચોક્કસ સ્થળે લાંચના રૂપિયા આપવાનું નક્કી કરાયું હતું. જેને લઇને રતન વસાવાએ હરિશ રાણા પાસેથી લાંચના રૂપિયા 2500 સ્વિકારતાં એસીબીની ટીમે તેમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ACBની ટીમે રતન વસાવાના રિમાન્ડની કવાયત કરી

બઢતી કરવાની કામગીરી ઝડપી કરવા લાંચ માંગી હતી

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 2500ની લાંચ લેતાં સામાજિક વનિકરણના ક્લાર્ક ઝડપાયાં
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended