Home »Daxin Gujarat »Latest News »Bharuch» અંકલેશ્વર હાઇવે પર સર્જાયેલ અકસ્માતમાં ટેમ્પો ડ્રાયવરનું મોત

અંકલેશ્વર હાઇવે પર સર્જાયેલ અકસ્માતમાં ટેમ્પો ડ્રાયવરનું મોત

DivyaBhaskar News Network | Mar 21, 2017, 03:45 AM IST

  • અંકલેશ્વર હાઇવે પર સર્જાયેલ અકસ્માતમાં ટેમ્પો ડ્રાયવરનું મોત,  bharuch news in gujarati
અંકલેશ્વરનેશનલ હાઇવે પર આવેલી નવજીવન હોટલ પાસે એક ટેમ્પો અજાણ્યા વાહન સાથે ધડાકા ભેર અથડાતા ડ્રાઈવરનું ઘટના સ્થળ પર મોત થયું હતું. ટેમ્પોનો ડ્રાઈવર સ્ટેરીંગ અને ટેમ્પા બોડી વચ્ચે ફસાતા ભરે જહેમતે બહાર કાઢવામાં આવ્યો હતો.

રવિવારની મોડી રાત્રે નવજીવન હોટલ પાસે એક ટેમ્પોનો ચાલક સુરત તરફથી ભરૂચ તરફ આવી રહ્યો હતો. તે દરમ્યાન નવજીવન હોટલ પાસે કોઈ અજાણ્યા વાહન સાથે અથડાતાં ગંભીર ઇજાને પગલે ડ્રાયવરનું મોત થયું હતું. લોકોએ ટેમ્પોમાં ફસાઇ ગયેલાં ડ્રાયવરને મહામહેનતે બહાર કાઢયો હતો.ટેમ્પામાંથી મળેલ લાયસન્સ પરથી મરણ જનાર નામ દેવારામ હરુરામ (રહે,બાડમેર રાજસ્થાન) જણાયુ હતું.પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટેમ્પોમાં ફસાયેલાં ડ્રાયવરને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો

અજાણ્યા વાહનની પાછળ ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: અંકલેશ્વર હાઇવે પર સર્જાયેલ અકસ્માતમાં ટેમ્પો ડ્રાયવરનું મોત
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended