Home »Daxin Gujarat »Latest News »Bharuch» દયાદરા ગામે ત્રીજા માળેથી પટકાતાં કામદારનું મોત

દયાદરા ગામે ત્રીજા માળેથી પટકાતાં કામદારનું મોત

DivyaBhaskar News Network | Mar 21, 2017, 03:45 AM IST

  • દયાદરા ગામે ત્રીજા માળેથી પટકાતાં કામદારનું મોત,  bharuch news in gujarati
ભરૂચતાલુકાના દયાદરા ગામના કિસ્તીયાનગર ખાતે અબ્દુલભાઇના મકાનની કામગીરી ચાલી રહી હોઇ પતરા ફિટીંગની મજૂરીએ ભરૂચ શહેરના વેજલપુર માછીવાડ વિસ્તારમાં રહેતો રમેશ ઇશ્વર માછી ગયો હતો. આજે સોમવારે તે મકાનના ત્રીજા માળે કામ કરી રહ્યો હતો. તે વેળાં કોઇ કારણસર તેનું સંતુલન નહીં રહેતાં તે ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. અકસ્માતમાં તેને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ભરૂચ તાલુકા પોલીસ મથકે જાણ થતાં પોલીસ કાફલાએ તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઇ મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા સાથે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: દયાદરા ગામે ત્રીજા માળેથી પટકાતાં કામદારનું મોત
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended