Home »Daxin Gujarat »Latest News »Bharuch» 3 Died, 1 Injured As Car Rammed Into Tree Near Aamod In Bharuch

ભરૂચ: ઝાડ સાથે અથડાતા આખી કાર ચીરાઈ ગઈ, બાળક સહિત ત્રણનાં મોત

divyabhaskar.com | May 17, 2017, 06:59 AM IST

ભરૂચ:મંગળવારે સવારે આમોદના કોઠી ગામ પાસે કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી જેના કારણે આખી કાર ચિરાઈ ગઈ હતી. કારમાં સવાર એક બાળક સહિત ત્રણના કમકમાટીર્યા મોત નિપજ્યા હતાં. જ્યારે પાંચ વર્ષના બાળકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત થતાં રોડ પર ટ્રાફિક જામ થયો હતો. જ્યારે સ્થાનિક લોકો ફસાયેલ લોકોને કારમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. કારમાં સવાર પરિવાર લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો. 

આમોદ તાલુકાના કોઠી વાતરસા ગામ નજીક મંગળવારે સવારે એક કારને સર્જાયેલા ગોજારા અકસ્માતમાં કારમાં સવાર દંપતિ અને એક બાળક સહિત 3ના કમકમાટીભર્યા મોત નિપજતાં અરેરાટી ફેલાઇ જવા પામી હતી. ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ તાલુકાના કરગટ ગામમાં રહેતા ગૌરાંગભાઇ સુરેશભાઇ પરમાર તેઓના પરિવાર સાથે કારમાં સવાર થઇ આમોદ તાલુકાના અડવાલા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા.

લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરિવાર જ્યારે કારમાં સવાર થઇ પરત ફરી રહ્યો હતો ત્યારે આમોદ તાલુકાના કોઠી વાતરસા ગામ નજીક કારે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર એક બાવળના વૃક્ષ સાથે અથડાતા કાર આખે આખી ચીરાઇ ગઈ હતી. કારમાં સવાર કરગટ ગામના ગૌરાંગભાઇ પરમાર ઉ.વ. 36 તેઓના પત્ની સેજુબેન ગૌરાગ પરમાર ઉ.વ. 32 તથા તેઓના પુત્ર ઉજજવલ ગૌરાંગ પરમાર ઉ.વ. 3ને ગંભીર ઇજાઓ થવા પામતા ગૌરાંગભાઇ તથા તેઓના 3 વર્ષના પુત્ર ઉજ્જવલનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી જવા પામ્યું હતું. 

ગંભીર રીતે ઇજાગ્રસ્ત સેજુબેનને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાબડતોડ પાલેજના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાતા તેઓનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સર્જાયેલા ગોજારા અકસ્માતમાં આરિયાન ગૌરાંગ પરમાર ઉ.વ. 5નો સદનસીબે આાબાદ બચાવ થવા પામ્યો હતો. 

સર્જાયેલા ગોજારા અકસ્માતમાં કાર એટલી બધી ખરાબ રીતે ઝાડમાં ઘુસી ગઇ હતી કે કારને ટ્રક વડે ખેંચીને ઝાડથી અલગ કરવામાં આવી હતી. કારમાંથી મળેલા એન્ડ્રોઇડ મોબાઇલ નંગ  2, લેડીઝ પર્સ 1, જેન્ટસ પર્સ 1, થોડી ઘણી રોકડ રકમ લાયસન્સ, ચૂંટણી કાર્ડ, ATM કાર્ડ અને એક ધાર્મિક સિક્કો ઘટના સ્થળે મદદ માટે આવેલા ગ્રામજનોએ 108 એમ્બ્યુલન્સના સ્ટાફને પરત કરતા 108 એમ્બ્યુલન્સના સ્ટાફે મૃતક ગૌરાંગભાઇના પિતાને પરત આપી માનવતાનું ઉમદા દ્રષ્ટાંત પુરૂ પાડ્યું હતું. 

ઘટનાની જાણ આમોદ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ લગ્ન પ્રસંગમાંથી હાજરી આપી પરત ફરી  રહેલા એક હસતા રમતો પરિવાર કાળનો કોળીયો બની જતાં ગમગીનીનો માહોલ સર્જાવા પામ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 3 died, 1 injured as Car rammed into tree near Aamod in Bharuch
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended