Home »Daxin Gujarat »Bharuch District »Dediapada» સાડા ત્રણ ડાહ્યા...ઘોડે બેસી નાહ્યા: ઊડેલી હાસ્યની છોળો

સાડા ત્રણ ડાહ્યા...ઘોડે બેસી નાહ્યા: ઊડેલી હાસ્યની છોળો

ભાસ્કર ન્યૂઝ . સુરત | Sep 18, 2010, 04:07 AM IST

મહાનગરપાલિકા આયોજિત અને વરાછાના સરદાર સ્મૃતભિવનમાં યોજાઈ રહેલી નાટÛસ્પધૉમાં ગુરુવારે ફન અનલિમિટેડ સંસ્થાના રજુ થયેલા ‘ સાડા ત્રણ ડાહ્યા... ઘોડે બેસી નાહ્યા ’ નાટક સંસ્થાના નામ મુજબ અમયૉદિત મસ્તી સાથે હાસ્યની છોળો ઉડાવી ગયું હતું.
પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાઈ ગયેલા સરદાર સ્મૃતભિવનના પ્રેક્ષાગાર લોકોના હાસ્ય અને તાળીઓથી ગુંજતું રહ્યું. દર્શકો આ નાટક જે હેતુથી જોવા આવ્યા હતા તે મનોરંજન તેમને જરૂરથી મળી ગયું હતું. ડા¸. રઈશ મણિયાર લિખિત અને ગિરીશ સોલંકી દગિ્દિર્શત આ નાટક ફારસ શૈલીનું હતું. તેનો હેતુ દર્શકને હસાવવાનો જ હતો.
ત્રણ મિત્ર શરમન (સેતુ ઉપાધ્યાય), કાર્તિક (ગિરીશ સોલંકી) અને આનંદ (શિવાંગ ઠાકર) સાથે જ રહે છે અને એક જ છોકરી આશકા (સોનુ ચંદ્રપાલ) ના આશિક છે. ત્રણેય આશકા માટે ઘોડે ચડવા તૈયાર છે. તેમાં વિદેશથી આવેલો એનઆરજી ચિરાગ (સત્યેન નાયક) ઉમેરાય છે. તે વિદેશી હોવાને લીધે તેને અડધો માનીએ તો આ સાડા ત્રણ ડાહ્યા આશકા માટે ઘોડે ચડી જીવનભર તેના પ્રેમમાં નાહવા રાજી છે. આ પાત્રોની કોઈ વાત ગંભીર નથી હોતી. તેમની વચ્ચે પ્રિયતમાને પામવાની હરીફાઈ છે તો પણ તેઓ પહેલાં તો મિત્રો જ છે. નાિયકા પરિવારપ્રિય, પવિત્ર અને પરાક્રમીને માથે કળશ ઢોળવા તૈયાર છે. વળી, મજાની વાત એ છે કે આ ત્રણેય ગુણ કોઈ એક યુવાનમાં છે જ નહીં. હવે ? જાતજાતની ધમાચકડી, ગીતો, ડાન્સ, મસ્તી, સુરતી બોલીને અંતે મામલો ભગવાન શ્રી કૃષ્ણને સાંેપાય છે. હરિ ધારે તે થાય છે.
યુવાન દગિ્દર્શક અને કલાકારોનું સારું સંઘકાર્ય નાટકને સપરિવાર માણવા લાયક બનાવે છે. તેમાં મોટો ફાળો લેખક રઈશનો છે. તેમણે નૈસિર્ગક હાસ્ય સજર્યું છે. શબ્દો અને શેરોની રમત કરી છે, જે આસ્વાધ્ય છે. હજી થોડા વધુ શો થશે એટલે આ નાટક વધુ મંજાશે.
મુખ્ય પાત્રો ઉપરાંત સુરતીકાકા ( ચેતન પટેલ ) , ડાન્સ શિક્ષક (મયૂર સરૈયા) , આશકાના પપ્પા (કેયૂર વાઘવાલા) , બેન (હિરલ પટેલ) , માસી (નેહા ઝવેરી) પણ ઉલ્લેખનીય રહ્યા . સંગીત મેહુલ સુરતીનું અને પ્રકાશ આયોજન હિતેશ પટેલનું છે.
શૈલેન્દ્ર વડનેરેએ રંગભૂષા ઉપરાંત પણ કરેલી મદદ દેખાઈ આવે છે. ફન અનલિમિટેડની ટીમને અભિનંદન.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: સાડા ત્રણ ડાહ્યા...ઘોડે બેસી નાહ્યા: ઊડેલી હાસ્યની છોળો
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext