Home »Automobile» Launch Soon: Triumph Bonneville Bobber Will Come With Cruiser Look

ટુંકસમયમાં લૉન્ચ થશે ટ્રિયમ્ફની ક્રૂઝર બાઇક, જાણો શું હશે કિંમત અને ફિચર્સ

divyabhaskar.com | Mar 22, 2017, 00:06 AM IST

ઓટો ડેસ્કઃટ્રિયમ્ફ ટુંકસમયમાં ભારતમાં પોતાની ક્રૂઝર બાઇક બોનેવિલ બૉબર લૉન્ચ કરવા જઇ રહી છે. બ્રિટીશ બાઇક મેકર ટ્રિયમ્ફએ પોતાની વેબસાઇટ પર આના લૉન્ચિંગની માહિતી આપી છે. બાઇક ટ્રિયમ્ફ બૉનેવિલ T120 મૉડલ પર આધારિત હશે. જોકે કંપનીએ કિંમત વિશે હજુ કોઇ ખુલાસો નથી કર્યો, પણ એક્સપેક્ટેડ કિંમત 8 થી 10 લાખ રૂપિયા હોઇ છે.
 
* આગામી થોડાક મહિનાઓમાં લૉન્ચ થશે બાઇક... 
આ ક્રૂઝર બાઇકમાં 1200ccનું લિક્વિડ કૂલ્ડ પેરેલલ ટ્વીન એન્જિન આપેલું છે. આ એન્જિન ટ્રિયમ્ફ બૉનેવિલ T120વાળું છે, પણ 80bhp પાવર અને 105Nm ટૉકથી અનેકગણું બેસ્ટ બૉનેવિલ બૉબરનું એન્જિન પરફોર્મ કરે છે, આમાં રાઇડિંગ મૉડની સાથે ટ્રેક્શન કન્ટ્રૉલ, ABS અને ટૉર્ક આસિસ્ટ ક્લચ આપવામાં આવ્યો છે. બાઇકમાં પેરેલલ ટ્વીન એન્જિનની સાથે 6 સ્પીડ ગીયરબૉક્સ આપવામાં આવ્યા છે. 
 
બાઇકનો પાછળનો ભાગ એકદમ સ્ટાઇલિશ છે અને રિયર સસ્પેન્શનની જગ્યાએ મૉનો સસસ્પેન્શન આપવામાં આવ્યું છે. આ બાઇકની સીટ એડજેસ્ટેબલ છે અને તેને ઉપર અને નીચે નમાની શકાય છે. દિલ્હીમાં આ બાઇકની એક્સશૉરૂમ પ્રાઇસ 10 થી 12 લાખ રૂપિયા એક્સપેક્ટેડ છે. ઉલ્લેખનીય છે કે, આ બાઇક જૂન કે જૂલાઇ 2017 સુધી લૉન્ચ થઇ શકે છે.  
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ ટ્રિયમ્ફ બૉનેવિલ બૉબર ક્રૂઝર બાઇકના Photos...
(Automobile Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Launch Soon: Triumph Bonneville Bobber Will come With Cruiser Look
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended