Home »Automobile» Soon Launch: Tata Tamo RaceMo Is TATAs First Sports Car Under 25 Lakh

હવે આવશે TATAની આ સસ્તી સ્પોર્ટ્સ કાર, કિંમત જાણીને નહીં થાય વિશ્વાસ

divyabhaskar.com | Mar 16, 2017, 00:06 AM IST

ઓટો ડેસ્કઃભારતમાં પૉપ્યૂલર કાર બ્રાન્ડ ટાટા ટુંકસમયમાં જ ભારતમાં પોતાની પહેલી સ્પોર્ટ્સ કાર લૉન્ચ કરવા જઇ રહી છે. પોતાની સબ બ્રાન્ડ ટામોની સાથે મળીને કંપનીએ આ કારને ડેવલપ કરી છે. જિનેવામાં ચાલી રહેલા મોટર શૉમાં આ લક્ઝરી સ્પોર્ટ્સ કારને શૉકેસ કરવામાં આવી હતી. આ કારનું એન્જિન પાવરફૂલ નથી પણ લૂક અને સ્ટાઇલમાં સ્પોર્ટ્સ કાર છે.
 
* 25 લાખથી ઓછી કિંમતમાં વેચાશે રેસમો...
ટાટાએ આ કારની સાથે 1.2 લીટરનું ટર્બોચાર્જ્ડ એન્જિન આપ્યું છે. આ એન્જિન 187bhp પાવર અને 210Nm ટૉર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે આ કાર માત્ર 6 સેકન્ડની અંદરજ 0 થી 100 km/h ની સ્પીડ પકડી લે છે. કંપનીએ કારમાં 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન લગાવ્યું છે. બે દરવાજા વાળી આ કારને રેસમો નામ આપવામાં આવ્યું છે અને કંપની આ પ્રૉજેક્ટ પર લગભગ 16 વર્ષથી કામ કરી રહી હતી. 
 
માનવામાં આવે છે કે ટાટા આ સ્પોર્ટ્સ કારને બજેટ રાખશે અને આની કિંમત 25 લાખ રૂપિયાથી ઓછી એક્સપેક્ટ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ટાટા આ કારને પેન્ટેડ કરાયેલા નવા મોફ્લેક્સ મલ્ટી-મટેરિયલ સેન્ડવિચ (MMS) પ્લેટફોર્મ પર બનાવી રહી છે. આ કારમાં એડવાન્સ નેવિગેશન, પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ, રિમૉટ મોનિટરિંગ જેવા કેટલાય એડવાન્સ ફિચર્સ આપવામાં આવ્યા છે. ટાટા આ કારને આ વર્ષના અંતમાં લૉન્ચ કરી શકે છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ TATAની પહેલી રેસિંગ કાર RaceMoના Photos...
(Automobile Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Soon launch: Tata Tamo RaceMo Is TATAs First Sports Car Under 25 Lakh
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended