Home »Automobile» Enfield: Royal Enfield Will Launch Soon In India In Red Green Blue Colours

વધી જશે બધી રૉયલ એનફિલ્ડની કિંમત! જાણો શું છે તેના પાછળનું કારણ

divyabhaskar.com | Mar 19, 2017, 00:06 AM IST

ઓટો ડેસ્કઃ રૉયલ એનફિલ્ડે પોતાના બધી બાઇકોની પ્રાઇસ વધારી દીધી છે, ભારત સરકારના બધા ટુ વ્હિલર્સને BSIVવાળા કરવાના નોટિફિકેશન પછી કંપનીએ કિંમતો વધારવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો હવે રૉયલ એનફિલ્ડની બધી બાઇક BSIV (ભારત સ્ટેજ એમિશન વ્હિકલ) અને AHO (ઓટો હેડલેમ્પ ઓન)ની સાથે આવશે.
 
* 1 એપ્રિલ 2017થી લાગુ થશે સરકારનું નોટિફિકેશન...
રૉયલ એનફિલ્ડ તરફથી આ વાતને લઇને હજુ સુધી કોઇ ઓફિશિયલી સ્ટેટમેન્ટ આપવામાં નથી આવ્યું. રિપોર્ટ્સમાં કહેવાયું છે કે રૉયલ એનફિલ્ડ પહેલી કંપની છે જે સરકારના આ નોર્મને લાગુ કરવા જઇ રહી છે. માનવામાં આવે છે કે કંપની બધી બાઇક્સની કિંમત 4000 રૂપિયા સુધી વધારી શકે છે. આ પ્રમાણે ગણીએ તો 350 ઇલેક્ટ્રાની દિલ્હીમાં એક્સશૉરૂમ પ્રાઇસ 1.27 લાખ અને કૉન્ટિનેન્ટલ GTની કિંમત 2.05 લાખ રૂપિયા થઇ જશે. ઉલ્લેખનીય છે કે, કંપની બહુ જલ્દી ટ્વીન સિલિન્ડર એન્જિનની સાથે 750ccની મિડિલવેટ બાઇક લૉન્ચ કરી શકે છે.  
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ રૉયલ એનફિલ્ડ 350 અને 500ના નવા કલર્સ અને પહેલાથી અવેલેબલ કલર્સના Photos...
(Automobile Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Enfield: Royal Enfield Will Launch Soon In India in Red Green Blue Colours
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended