Home »Automobile» Rolls Royce Just Crushed 1000 Diamonds Showcased At Geneva Motor Show 2017

1000 ડાયમન્ડના પાવડરથી પેન્ટ થઇ આ રોલ્સ રૉયસ, કારની કિંમત 6 કરોડ

divyabhaskar.com | Mar 11, 2017, 00:05 AM IST

ઓટો ડેસ્કઃજિનેવા મોટર શૉમાં એકથી એક કાર શૉકેસની કરવામાં આવી રહી છે, રૉલ્સ રૉયસ પણ આમાંથી એક છે, પણ શાનની સવારીને વધારે શાનદાર બનાવવામાં આવી છે અસલી ડાયમન્ડથી પેન્ટ કરીને. કાર પર હીરાના પાવડરને ભેળવીને રંગવામાં આવી છે અને આ પેન્ટને બનાવવામાં 2 મહિનાનો સમય લાગ્યો છે.
 
* કારની કિંમત 6 કરોડ રૂપિયા, પેન્ટમાં ડાયમન્ડનો પાવરડર મિશ્ર કરાયો છે
રોલ્સ રૉયસે ડાયમન્ડ પેન્ટેડ ઘૉસ્ટને જિનેવા મોટર શૉમાં શૉકેસ કરી છે. નોંધનીય છે કે આ સૌથી મોંઘો પેન્ટ છે, પણ કેટલો મોંઘો છે તે કંપનીએ નથી જણાવ્યું. માત્ર કારની કિંમત 6 કરોડ રૂપિયા છે, જેના પર 1000 ડાયમન્ડનો પાવરડથી બનાવેલો કલર યૂઝ કરવામાં આવ્યો છે.
 
એક ખરીદનારાના સ્પેશ્યલ ઓર્ડર પર આને પેન્ટ કરવામાં આવી છે, આ માટે હીરાના તમામ ગુણોનો અભ્યાસ કરવામાં આવ્યો, હીરા એકદમ કઠોર હોય છે. એટલા માટે સૌથી મોટી મુશ્કેલી પેન્ટ પછી તળીયાને ચિકણું બનાવવાની હતી. આ માટે હેન્ડ-પૉલીસથી લાખનું લેયર લગાવવામાં આવ્યું હતું. હવે હીરાની ચમક બરકરાર રાખવા માટે કોઇ વિશેષ સાવધાની રાખવાની જરૂર નથી. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ ડાયમન્ડના પાવડરથી પેન્ટ કરાયેલી રોલ્સ રૉયલ ઘૉસ્ટના ઇન્ટીરિયર અને એક્સટીરિયરના Photos...
(Automobile Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rolls Royce Just Crushed 1000 Diamonds Showcased At Geneva Motor Show 2017
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended