Home »Automobile» Renault Launched New Car With Fuel Efficient And Have Stylish Look

લૉન્ચ થઇ રેનૉની Kwid Climber, 4.3 લાખમાં 24 km/l થી વધારે માઇલેજ

divyabhaskar.com | Mar 15, 2017, 12:15 PM IST

ઓટો ડેસ્કઃભારતમાં લૉ બજેટ કારોમાં ક્વિડ ખુબ લોકપ્રિય થતી જાય છે. રેનૉની આ કાર લૉ બજેટ હોવાની સાથે સાથે ફ્યૂલ એફિશિએન્ટ પણ છે. તાજેતરમાં જ કંપનીએ ક્વિડનું અપગ્રેડેડ મૉડલ ક્લિંબર લૉન્ચ કર્યુ છે, જે 4.3 લાખ રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસથી લૉન્ચ થઇ ચૂકી છે. નોંધનીય છે કે નવી ક્વિડને લૂકમાં પણ સ્ટાઇલિશ બનાવવામાં આવી છે.
 
* મળશે 24 km/l થી વધારે માઇલેજ...
નવી ક્વિડમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ આપવામાં આવ્યું છે, જેના કારણે કિંમતથી 30 હજાર રૂપિયા વધારે ચૂકવવાના થશે. રેનૉની આ કારમાં 1 લીટરનું SCe એન્જિન લગાવવામાં આવ્યું છે જે 67bhp પાવર અને 91Nm ટૉર્ક જનરેટ કરે છે. કારમાં 5 સ્પીડ મેન્યૂઅલની સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ આપવામાં આવ્યું છે. કારને ડબલ ટૉન કલરની સાથે બજારમાં ઉતારવામાં આવી છે.  
 
રેનો ઇન્ડિયાના કન્ટ્રી CEO અને મેનેજિંગ ડાયરેક્ટર સુમિત સાવ્હે જણાવ્યું કે 'નવી રેનો ક્વિડ ક્લિંબરને કસ્ટમર નીડને ફૉકસ કરીને બનાવવામાં આવી છે' સુમિતે વધુમાં જણાવ્યું કે આ કાર યંગ જનરેશનને ટાર્ગેટ કરીને બનાવવામાં આવી છે અને તેમને વધારે એટ્રેક કરશે. આ કાર ફ્યૂલ એફિશિએન્ટ છે અને ફ્યૂલમાં 24 km/l થી વધારે માઇલેજ આપે છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ રેનૉ ક્વિડ ક્લિંબરના ઇન્ટીરિયર અને એક્સટીરિયર Photos...
(Automobile Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Renault Launched new car with Fuel Efficient And Have Stylish Look
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended