Home »Automobile» Seat Belt Problem: Hyundai Recalled 1 Million Sonata Cars From Market

હ્યૂન્ડાઇએ પાછી ખેંચી 10 લાખ Sonata કાર, જાણો કેમ થયું આટલું મોટું Recall

divyabhaskar.com | Mar 17, 2017, 17:16 PM IST

  • હ્યૂન્ડાઇ સોનાટા
ઓટો ડેસ્કઃહ્યૂન્ડાઇએ USમાં 977778 સોનાટા કારોને સીટ બેલ્ટ સિસ્ટમમાં ગડબડી હોવાના કારણે માર્કેટમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. આ રિકૉલથી 2011-2014 સોનાટા અને 2011-2015 સોનાટા હાઇબ્રિડ કારોને અસર પહોંચી છે. નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશને આ રિકૉલના ઓર્ડર કંપનીને આપ્યા છે. નોંધનીય છે કે કંપનીનો સીટ બેલ્ટ યોગ્ય રીતે કનેક્ટેડ ન થતો હોવાના કારણે ડ્રાઇવરની સેફ્ટી જોખમાતી હતી. 
 
* સીટ બેલ્ટ પ્રૉબ્લમ હતો કારોમાં...
હ્યૂન્ડાઇ તરફથી રજૂ થયેલા સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે 'પહેલીવાર આ પ્રૉબ્લમ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સામે આવ્યો હતો, જ્યારે 2013 મૉડલ સોનાટામાં ક્રેશ સમયે સીટ બેલ્ટ ખુલી ગયા હતા.' નવેમ્બરમાં પણ આવી એક ઘટના બની હતી, જ્યારે કાર દૂર્ઘટનાગ્રસ્ત થઇ તો સીટ બેલ્ટે ડ્રાઇવરને યોગ્ય રીતે સેફ ન હતો રાખ્યો. સીટ બેલ્ટની આ ખામીના કારણે કંપનીએ આટલી મોટી સંખ્યામાં કારોનું રિકૉલિંગ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલની શરૂઆતથી જ કંપની કાર માલિકો સાથે સંપર્ક શરૂ કરી દેશે. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ હ્યૂન્ડાઇ સોનાટા અને સોનાટા હાઇબ્રિડ કારના Photos...
(Automobile Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Seat Belt Problem: Hyundai Recalled 1 Million Sonata cars from market
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended