Home »Automobile» Royal Enfield 750cc, Will Have Powerful Engine With Twin Cylinder

ટેસ્ટિંગમાં સ્પૉટ થઇ રૉયલ એનફિલ્ડ 750cc, જાણો શું છે એક્સપેક્ટેડ કિંમત

divyabhaskar.com | Mar 23, 2017, 14:54 PM IST

ઓટો ડેસ્કઃયૂરોપ બાદ અંતે રૉયલ એનફિલ્ડની 750cc ટ્વીન સિલિન્ડર બાઇક ભારતમાં ટેસ્ટિંગ દરમિયાન સ્પૉટ થઇ. રૉયલ એનફિલ્ડે અત્યારે મોટા ગણાતા 2 વ્હીલર માર્કેટમાં પોતાનું અધિપત્ય જમાવી દીધું છે, જોકે હવે આ 750cc એન્જિન વાળી દમદાર એન્જિન સાથેની આ બીજી બાઇક્સ માટે માર્કેટમાં હાઇ કમ્પિટિશન થશે. આને કૉન્ટિનેન્ટલ GTની ચેચિસ પર બનાવવામાં આવી છે અને તેમાં 2 સાયલેન્સર હશે.... 
 
રૉયલ એનફિલ્ડે આ બાઇકમાં ફ્રન્ટ અને રિયર બન્ને બાજુએ કન્વેન્શનલ શૉક ઓબ્ઝર્વર્સ લગાવ્યા છે. આ બાઇક લગભગ 45bhp પાવર અને 50 થી 60Nm ના પીક ટૉર્ક જનરેટ કરશે. ગયા વર્ષે રૉયલ એનફિલ્ડ લૉન્ચ કરતી વખતે કંપનીના ઉચ્ચ અધિકારી સિદ્ધાર્થ લાલે 2017માં બિલકુલ નવી બાઇક લૉન્ચ થવાનું કન્ફર્મ કર્યું હતું. હવે આ બાઇકનું જલ્દીથી લૉન્ચિંગ થવાનો અંદાજો વધી ગયો છે. આ બાઇકની એક્સપેક્ટેડ કિંમત 3 લાખથી 3.5 લાખ રૂપિયા છે. 
 
રૉયલ એનફિલ્ડ અત્યારે 350cc અને 500cc એન્જિનવાળી બાઇક્સ બનાવી રહ્યું છે, જેની કિંમત 1.5 લાખથી 2 લાખ રૂપિયાની વચ્ચે છે. આ પાવરફૂલ એન્જિન વાળી બાઇક રેન્જના કસ્ટમર્સને પણ એટ્રેક્ટ કરશે. આ બાઇક હાર્લે ડેવિડસન, ડુકાટી, ટ્રિયમ્ફ, સુઝૂકી, હોન્ડા અને યામાહા જેવી દમદાર બ્રાન્ડ્સની વચ્ચે ઉતારવામાં આવશે. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ રૉયલ એનફિલ્ડની 750cc ટ્વીન સિલિન્ડર બાઇકના Photos...
(Automobile Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Royal Enfield 750cc, Will Have Powerful Engine With Twin Cylinder
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended