Home »Automobile» Custom Makers Turn Royal Enfield Electra 350 To A Perfect Tracker Bike

વિદેશી ડેઝર્ટ બાઇક નથી, આ છે રૉયલ એનફિલ્ડ ઇલેક્ટ્રા, જાણો કોણે આપ્યો લૂક

divyabhaskar.com | Mar 25, 2017, 00:02 AM IST

ઓટો ડેસ્કઃકસ્ટમાઇઝેશનની બાબતે હંમેશા લોકો પેન્ટ કે નાના ચેન્જીસ કરીને કાર કે બાઇકને નવો લૂક આપવાની કોશિશ કરતા હોય છે, પણ કેટલાક કસ્ટમ મેકર્સ એવા હોય છે જે કસ્ટમાઇઝેશનમાં વ્હીકલનો રૂપરંગ જ બદલી નાંખે છે. મુંબઇ બેઝ્ડ કસ્ટમ શૉપ હલ્દંકર કસ્ટમે રૉયલ એનફિલ્ડ ઇલેક્ટ્રા 350ને એવી મૉડિફાઇ કરી કે તે બાઇક પુરેપુરી ટ્રેકર થઇ ગઇ છે...
 
હલ્દંકર કસ્ટમના કાર્તિક શેટ્ટીએ જણાવ્યું કે આ બાઇકના કસ્ટમાઇઝેશનમાં અમને 4 મહિનાનો સમય લાગ્યો હતો. કાર્તિક સિવાય આ કસ્ટમાઇઝ્ડ સ્ક્રેંબલ ટ્રેકર બાઇકને બનાવવામાં તન્મય હલ્દંકર અને અમિત સાલુંકે પણ છે. આ બાઇકને બનાવવામાં બાઇકની કિંમત ઉપરાંત લગભગ 2.6 લાખ રૂપિયા ખર્ચ થયો હતો, પહાડ હોય કે બરફ કે પછી રણ હવે આ બાઇક ભારતના કોઇપણ રોડ પર ચલાવી શકાય છે.  
 
રૉયલ એનફિલ્ડ સ્ક્રેંબલ ટ્રેકરમાં ફ્રન્ટ ટાયર 19 ઇંચ અને રિયર ટાયર 18 ઇંચનું લગાવેલું છે. લોન્ગ ટ્રાવેલ ફ્રન્ટ ફોર્કની સાથે આ બાઇકમાં એડજસ્ટેબલ સસ્પેન્સન લગાવવામાં આવ્યા છે. આનાથી બાઇકનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ વધી ગયું છે. આ બાઇકમાં રૂટીન હેડલાઇટની જગ્યાએ LED લેમ્પની સાથે વૉટરપ્રૂફ GPS પણ લગાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ રીતનું કસ્ટમાઇઝ્ડ બાઇક ઘણીબધી બનાવવામાં આવે છે પણ હલ્દંકર કસ્ટમની આ બાઇક ડિઝાઇન અને વિઝનનું પરફેક્ટ કૉમ્બિનેશન છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ રૉયલ એનફિલ્ડ સ્ક્રેંબલ ટ્રેકરના બધા એન્ગલના Photos...
(Automobile Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Custom Makers Turn Royal Enfield Electra 350 To A Perfect Tracker Bike
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended