Home »Automobile» The German Company Said No Injuries Or Deaths Were Reported

મર્સિડિઝ બેન્ઝ તેની 10 લાખ નવી કાર રિકોલ કરશે, આગના બનાવો બાદ નિર્ણય

divyabhaskar.com | Mar 04, 2017, 12:31 PM IST

ઓટો ડેસ્ક:મર્સિડિઝ બેન્ઝ એકલા બ્રિટનમાંથી 75 હજાર અને વિશ્વભરમાંથી 10 લાખ કારને આગનાં કારણે રિકોલ કરશે. વિશ્વભરમાં 51 કારમાં આગ લાગવાનાં બનાવ નોંધાયા બાદ આ નિર્ણય લેવાયો છે. 51 બનાવમાંથી 30 અમેરિકમાં નોંધાયા છે. કારનાં સ્ટાર્ટર પાર્ટમાં ખામીનાં કારણે કારમાં આગ લાગવાની સંભાવના હોવાથી તેને રિકોલ કરાશે. 
 
આ જર્મન કંપનીનાં કહેવા મુજબ બ્રિટનમાં પાંચ કાર વધુ પડતી ગરમ થયાનું નોંધાયું છે અને તેમાંથી એક કારમાં આગ લાગી હતી. પણ હજુ સુધી કોઈને ઈજા કે કોઈનું મૃત્યુ થયાનું નોંધાયું નથી. જો પોતાની કારમાં આ પ્રકારની ખામી હોય તો કાર માલિક કંપનીને જાણ કરી શકે છે અને તે કારના પાર્ટને રિપ્લેસ કરી શકશે.  કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રોડક્શનમાં અને ડીલર્સ પાસે જે કાર છે તેની ખામીને વેચાણ પહેલાં રિપેર કરવામાં આવશે.   2015થી 2017ની A-/B-/C-/E-Class તેમજ CLA, GLA અને GLU SUVs કારનો આમાં સમાવેશ થાય છે. 10 લાખ કાર રિકોલ કરાશે તેમાંથી અમેરિકામાંથી 307,629  રિકોલ કરાશે. ચીન અને જર્મની પછી અમેરિકા મર્સિડિઝ બેન્ઝ માટે મોટું માર્કેટ છે.
(Automobile Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The German company said no injuries or deaths were reported
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended