Home »Automobile» Toyota 860 Supernova 2018 Sports Car With Powerful Engine

20 લાખથી ઓછી કિંમતમાં મળશે Toyotaની આ સ્પોર્ટ્સ કાર, જાણી લો ફિચર્સ

divyabhaskar.com | Mar 16, 2017, 11:49 AM IST

ઓટો ડેસ્કઃટોયોટા થોડાક અઠવાડિયામાં જ પોતાની નવી સ્પોર્ટ્સ કાર Toyota 860ને માર્કેટમાં ઉતારવાની છે. 2018 મૉડલની આ સ્પેશ્યલ એડિશન કાર હજુ ફક્ત USમાં જ વેચાશે. આ કાર યુથને ટાર્ગેટ કરીને બનાવવામાં આવી છે અને આસાનીથી કસ્ટમાઇઝ કરી શકાય છે. કારને બેસિક રાખવાની સાથે સાથે તેની કિંમત પણ ઓછી રાખવામાં આવી છે.
 
* 20 લાખ રૂપિયામાં મળશે આ લક્ઝરી કાર....
ટોયોટા આ કારને લૉ બજેટમાં ઉતારવાની છે જેની એવરેજ કિંમત લગભગ 19 લાખ 80 હજાર રૂપિયા છે. 860 સુપરનોવા કારને ઓરેન્જ અને વ્હાઇટ કલરમાં લૉન્ચ કરવામાં આવશે. કારમાં 17 ઇંચના બ્લેક ક્રૉમ એલૉય વ્હીલ, LED ફૉગ લાઇટ્સ, રીસ્ટાઇલ્ડ ફેન્ડર વેન્ટ્સ આપવામાં આવ્યા છે. કારના એક્સટીરિયરની સાથે ઇન્ટીરિયરને પણ સ્ટાઇલિશ લૂક આપવામાં આવ્યો છે. આમાં 4.2 ઇંચની મલ્ટી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે આપવામાં આવી છે, જે g-force મીટર અને સ્ટૉપ વૉચ બતાવે છે.  
 
ટોયોટાની આ સ્પોર્ટ્સ કારમાં 2.0 લીટરના ચાર સિલીન્ડર વાળુ એન્જિન લગાવવામાં આવ્યું છે. આ એન્જિન 204bhp પાવર અને 212Nm ટૉર્ક જનરેટ કરે છે. કારની સાથે 6 સ્પીડ મેન્યૂઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. ટ્રાન્સમિશનની સાથે પેડલ શિફ્ટર્સ અને રેવ મેનેજમેન્ટ ટેકનોલૉજી આપવામાં આવી છે. કારને વધારે કન્ફર્ટેબલ બનાવવા આમાં રી-ટ્યૂન્ડ સસ્પેન્શન, રિયર એન્ટી રૉલબાર અને નરમ સ્પ્રિંગ આપવામાં આવી છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ Toyota 860 સુપરનૉવા કારના ઇન્ટીરિયર અને એક્સટીરિયર Photos...
(Automobile Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Toyota 860 Supernova 2018 Sports Car With Powerful Engine
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended