Home »Automobile» Hyundai: Showcased Hydrogen Powered Concept Car With Stylish Look

હ્યૂન્ડાઇની નવી સ્ટાઇલિશ કાર, એકવાર ફૂલ ટેન્ક કરાવવાથી ચાલશે 800 km

divyabhaskar.com | Mar 10, 2017, 14:55 PM IST

ઓટો ડેસ્કઃદુનિયાનો સૌથી મોટા કાર મેળો 'જિનેવા મોટોર શૉ'ની આજથી શરૂઆત થઇ ગઇ છે. 9 માર્ચથી 19 માર્ચ સુધી ચાલનારા આ ઓટો શૉમાં દુનિયાભરની કાર બ્રાન્ડ્સ પોતાની બેસ્ટ કારોને આ શૉમાં શૉકેસ કરી રહી છે. હ્યૂન્ડાઇએ પોતાની નેકસ્ટ જનરેશન હાઇડ્રૉજન SUV આ કાર શૉમાં શૉકેસ કરી છે.
 
* એકવાર ફૂલ ટેન્ક કરાવવાથી ચાલશે 800 kmથી વધારે... 
હ્યૂન્ડાઇ FE ફ્યૂલ સેલ કૉન્સેપ્ટ કર હાઇડ્રૉજનથી ચાલશે અને એકવાર ફૂલ ટેન્ક કરાવવાથી આ કાર લગભગ 805 કીલોમીટર સુધી ચાલશે. કંપનીએ આ કારને 20% હલ્કી, 10% વધારે ફ્યૂલ એફિશિએન્ટ અને 30% વધારે પાવરફૂલ બનાવી છે. આ કારમાં ફ્યૂલ સિસ્ટમ ઉપરાંત પોર્ટેબલ બેટરી પેક પણ લગાવવામાં આવ્યું છે, જેમાં ફ્યૂલ પુરુ થયા પછી કાર અમૂક અંતર સુધી બેટરીથી પણ ચાલી શકે છે.
 
હ્યૂન્ડાઇની આ કાર ઇકો ફ્રેન્ડલી હશે અને પ્રદૂષણના નામે આ કારમાંથી માત્ર પાણી જ બહાર આવશે. નોંધનીય છે કે કંપનીએ આ કારને હ્યૂન્ડાઇ ટ્યૂસન સાથે મેચ થતી બનાવી છે. હ્યૂન્ડાઇ આ કારને કયા કયા દેશોમાં સેલ કરશે તેના વિશે હજુ સુધી કોઇ માહિતી મળી નથી. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ જિનેવા મોટર શૉમાં શૉકેસ થઇ હ્યૂન્ડાઇની આ કારના ઇન્ટીરિયર અને એક્સટીરિયર Photos...
(Automobile Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hyundai: Showcased Hydrogen Powered Concept Car With Stylish Look
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended