Home »Automobile» Actor Baman Irani Has Recently Bought New Jaguar XF, See Look

3 ઇડિયટ્સના Virus બમને ખરીદી Jaguar XF, ઇન્સ્ટાગ્રામ પર આપી માહિતી

divyabhaskar.com | Mar 24, 2017, 11:58 AM IST

ઓટો ડેસ્કઃથ્રી ઇડિયટ્સના વાયરસ બમન ઇરાણીએ તાજેતરમાં જ ટાટાની જગુઆર ખરીદી છે, બમને આ કારનું કયુ મૉડલ ખરીદ્યું છે તેની માહિતી હજુ સુધી મળી શકી નથી. આ કારની દિલ્હીમાં એક્સશૉરૂમ પ્રાઇસ 47.50 લાખથી લઇ 62.10 લાખ રૂપિયા છે. બમન ઇરાણીએ ઇન્સ્ટાગ્રામ પર આ લક્ઝરી કાર ખરીદવાની માહિતી આપી છે...
 
સેલેબ્સની કારોની વાત કરવામાં આવે તો મોટાભાગના સ્ટાર્સ BMW કે મસર્ડીઝ ખરીદે છે, પણ હવે દેશમાં બનેલી આ લક્ઝરી કાર પણ કોઇથી કમ નથી. આ કારના એગ્રેસિવ સ્ટાઇલ સાથે બે ઓપ્શન અવેલેબલ છે. બમને ઇન્સ્ટાગ્રામ પર કહ્યું કે 'મને લૉન્ચ થતા જ આ કાર ગમી ગઇ હતી.' આ પોસ્ટ બમને જગુઆર લેન્ડ રૉવર ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટ અને પ્રેસિડેન્ટ રોહિત સૂરીને ટેગ કરતા લખી હતી. 
 
જગુઆર XFના માર્કેટમાં ડીઝલ અને પેટ્રોલ બન્ને વેરિએન્ટ અવેલેબલ છે. આનુ ડીઝલ એન્જિન 2.0 લીટરનું છે જે 177bhp પાવર અને 430Nm ટૉર્ક જનરેટ કરે છે. પેટ્રોલ વેરિએન્ટની વાત કરીએ તો 2.0 લીટરના 4 સિલિન્ડર વાળુ ટર્બોચાર્જ્ડ એન્જિન છે. આ એન્જિન 237bhp પાવર અને 340Nm ટૉર્ક જરનરેટ કરે છે. નોંધનીય છે કે બન્ને વેરિએન્ટમાં કંપનીએ 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપ્યા છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ થ્રી ઇડિયટ્સ વાળા બમન ઇરાણીની જગુઆર XFના Photos...
(Automobile Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Actor baman irani has recently bought new Jaguar XF, see look
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended