Home »Ajab-Gajab »Interesting» World Sparrow Day

World Sparrow Day: આવી પરિસ્થિતીમાં કેવી રીતે જીવી શકશે ચકલી?

divyabhaskar.com | Mar 20, 2017, 16:04 PM IST

આજે છે. શહેરી પક્ષી ગણાતી ચકલી છેલ્લા એક થતી જાય છે. ખાસ કરીને મોબાઈલના આગમન પછી અને શહેરી વિસ્તારના મકાનોની બાંધણીમાં ફેરફાર થયા પછી ઘરે ઘરમાં ચિચિયારી કરતી ચકલી જોવી દુર્લભ થતી જાય છે.

સામાન્ય રીતે ઘરની અંદર, વેન્ટીલેશનમાં, ખૂણે ખાંચરે ગોખલામાં અને મોટા ભાગે ટ્યુબ લાઈટ ઉપર માળો બાંધતી ચકલી હવે જોવા મળતી નથી. એક સર્વેક્ષણ પ્રમાણે પાછળ એક વર્ષમાં શહેરી વિસ્તારમાં ચકલીની સંખ્યામાં ૩૦% જેટલો ભારે ઘટાડો નોંધાયો છે. ચકલીની સંખ્યા ઘટવા પાછળનું એક કારણ ખોરાકની અછત પણ મનાય છે.

બગીચામાં મોટાપ્રમાણમાં કિટનાશકોનો ઉપયોગ થવાથી પણ ચકલીઓને પૂરતો ખોરાક મળતો નથી. ઉપરાંત ખુલ્લી ઘાસવાળી જમીનનું ઘટતું પ્રમાણ, વધતું જતું તાપમાન વગેરે પણ આ માટે વત્તા-ઓછા અંશે જવાબદાર છે. એક સમયે કાબર જે પ્રકારે ખોરાક મેળવાતી હતી, તે હાલત હાલ ચકલીની થઇ ગઇ છે.
(Interesting Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: World Sparrow Day
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended