Home »Ajab-Gajab »Interesting» Man Discovered Secret Safe In His Grandparents Old Farmhouse

વર્ષોથી કાર્પેટ નીચે દટાયેલી હતી તિજોરી, ખોલતા અંદરથી નીકળી કિંમતી વસ્તુ

divyabhaskar.com | May 27, 2017, 19:26 PM IST

  • Reddit પર Evilenglish નામના યૂઝરે લખ્યું છે કે વર્ષો પછી એ દાદાના જૂના ફાર્મહાઉસે ફરવા ગયો અને સાફસફાઈમાં એને આ હોલ દેખાયુ
અજબ-ગજબ ડેસ્ક: અમેરિકાના (Tenneessee)માં એક ઘરમાં વર્ષોથી કારપેટની નીચે એક સેફ દટાયેલુ હતું. એકવાર એક વ્યક્તિએ એને ખોલ્યું તો એમાથી ઘણીબધી કિંમતી વસ્તુઓ અને અગત્યનો સામાન નીકળ્યો.
 
આ છે આખી ઘટના
- Reddit પર Evilenglish નામના યૂઝરે લખ્યું છે કે વર્ષો પછી એ પોતાના દાદાના ફાર્મહાઉસ પર ગયો હતો. આ જગ્યા ટેનેસીના રૂરલ એરિયામાં છે. એ કહે છે કે ખાસ્સા વર્ષોથી બંધ હોવાના લીધે ઘરની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી.
 
- એણે ઘરની સાફસફાઈ શરૂ કરી તો એને એક ગાલીચો ગંદી હાલતમાં પડેલો દેખાયો. એણે એને સાફ કરવા માટે ઉંચક્યો તો એને એક બ્લોક દેખાયો, જે ઇંટ-પથ્થરનો બનેલો હતો.
 
- પહેલા તો એને એ શું છે અને કેમ બનાવ્યો હશે એની જ ખબર ના પડી. પરંતુ જેવું એણે આવરણ ખસેડ્યું એને એક કોમ્બિનેશનવાળો સીક્રેટ સેફ દેખાયો.
 
કેટલાય પ્રયત્નો પછી ખુલી તિજોરી
 
- Evilenglish  કહે છે ઘણાં પ્રયત્નો પછી પણ એનું તાળું ના ખુલ્યું એટલે પ્રોફેશનલ તાળું કોલનારને બોલાવવામાં આવ્યો. જો કે એનાથી પણ તાળું ના ખુલ્યું.
 
- એ પછી 7-8 દિવસ રહીને ટીમ નામના તાળું ખોલનારને ભાઈને બોલાવ્યો. એણે અડધો કલાકની મહેનત પછી તિજારી ખોલી દીધી.
 
- તાળું ખુલતાં જ એમાં ધુંધળી વસ્તુઓ દેખાવા લાગી. જો કે એ શું છે એ સમજાતુ નહોતું?
 
-એ પછી Evilenglish બધો સામાન બહાર કાઢવાનું શરૂ કર્યું તો પહેલાં સિક્કા અને અગત્યના પેપર્સ નીકળ્યાં. ઘણો સામાન અંદરથી નીકળ્યો પણ ઘણો સામાન પાણીને લીધે ખરાબ થઈ ગયો હતો.
 
- Evilenglish કહે છે કે કાગળનો બધો સામાન અને પેપર્સ લગભગ નકામા થઈ ગયા હતા પણ સિક્કા, ઝવેરાત, ચાંદીની પ્લેટ સુરક્ષિત હતા.
 
આગળની સ્લાઈડમાં જુઓ એ તિજોરીના ફોટોઝ...
(Interesting Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Man Discovered Secret Safe In His Grandparents Old Farmhouse
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended