Home »Ajab-Gajab »Interesting» Sonu-Nigams-Azaan-Tweet

સોનુ,અઝાન અને લાઉડ સ્પીકરની સત્યતા, ભાસ્કરનો ગ્રાઉન્ડ રિપોર્ટ

divyabhaskar.com | Apr 21, 2017, 13:27 PM IST

છેલ્લાં કેટલાંક દિવસથી સિંગર સોનુ નિગમ ચર્ચાનું કારણ બન્યો છે. તેણે વ્હેલી સવારની મસ્જીદની અઝાનના લાઉડસ્પીકર પર વાંધો ઉઠાવ્યો છે. આ બબાલ બાદ બોલિવૂડ પર બે વિભાગમાં વહેંચાઈ ગયુ. કોઈ તેની તરફેણમાં તો કોઈ તેના વિરોધમાં આ બધા વચ્ચે ભાસ્કરની ટીમે ગ્રાઉન્ડ લેવલ પર જઈને સત્ય ઘટનાને ચકાસવાનો પ્રયત્ન કરતા કેટલીક વાસ્તવિકતા સામે આવી છે. સુત્રો મુજબ હાલ સોનુ મુંબઈના મિલ્લત નગરમાં આવેલા સમર્થ સિદ્ધિ બિલ્ડિંગમાં રહે છે અને તેની બિલ્ડિંગથી અડધા કિલોમીટરની દૂરી પર મિલ્લતનગરની મસ્જીદ આવેલી છે. જ્યાં અમારી ટીમે સવારે 5થી સાડા પાંચની વચ્ચે બે અલગ-અલગ કેમેરાથી અઝાન અને લાઉડસ્પીકરની તીવ્રતાને ચકાસવાનો પ્રયાસ કર્યો. એક કેમેરો સોનુના ઘર પાસે જ્યારે બીજો કેમેરા મસ્જીદ પાસે મુકાયો. જેવી અઝાન શરૂ થઈ કે મસ્જીદ પાસેના કેમેરામાં અવાજ આવી રહી હતી. જેને તમે સાંભળી શકો છો.તો બીજી બાજુ આ અવાજ સોનુ નિગમના ઘર પાસે આ અઝાનનો અવાજ તો ન સંભળાયો પરંતુ તેના તેના ઘરથી 2-3 કિલોમીટરના અંતરેથી આવતી અઝાનનો હલ્કો અવાજ સંભળાયો જે કેમેરામાં સંભળાતો નથી,
જોકે આ કેમેરા બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર મુકાયો હતો કદાચ નવમા કે દસમા માળે તેની તીવ્રતા વધુ હોય.
(Interesting Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sonu-nigams-azaan-tweet
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended