Home »Ajab-Gajab »Photo Stories» Shocking Things Hidden In This Island From 80 Years

80 વર્ષથી આ આઈલેન્ડ પર છુપાયેલું હતું આ રહસ્ય, હવે સાયન્ટિસ્ટે કર્યો ખુલાસો

divyabhaskar.com | Apr 11, 2017, 12:07 PM IST

  • વર્ષ પછી ઓસ્ટ્રેલિયાના આ બૉલ્સ પિરામિડ નામની જગ્યાએથી નામશેષ ગણાતી વસ્તુ ફરી મળી છે.
 
 
અજબ-ગજબ ડેસ્ક:દુનિયામાં અવાર નવાર કોઈને કોઈ વસ્તુઓ મળતી જ હોય છે જેના વિશે સાંભળીને આપણને નવાઈ લાગે. આવી જ એક વસ્તુ 80 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાના આ બૉલ્સ પિરામિડ નામની જગ્યાએથી. જી હા, 'ટ્રી લોબસ્ટર્સ' નામના આ જીવ વિશે કહેવાતું હતું કે આ જીવ દુનિયામાંથી ગાયબ થઈ ચૂક્યો છે.. વર્ષ 2001માં ફરીવાર એની શોધ હાથ ધરવામાં આવી હતી.
 
 
જાણો શું છે આખી ઘટના...
 
- વર્ષ 1978માં બ્રિટિશ નેવીએ 1,844 ફૂટના આ માઉન્ટેનની શોધ કરી હતી.
 
- કહેવાય છે કે આ જગ્યાએ રેર અને સ્પેશિયલ જીવ જોવા મળે છે.
 
- ટ્રી લોબસ્ટર નામનો જીવ પણ આ માઉન્ટેન પર જ જોવા મળતો હતો.
 
- જો કે એવું માનવામાં આવે છે કે 1918ની આસપાસ આ પ્રજાતિ લુપ્ત થઈ ગઈ હતી.
 
- છેલ્લીવાર 1920માં આ જીવ જોવા મળ્યો હતો.
 
- વર્ષ 2001માં બે સાયન્ટિસ્ટએ ફરીવાર આ માઉન્ટેન પર જીવની શોધ કરવાનું શરૂ કર્યું હતુ.
 
- આશરે 500 ફૂટની ઉંચાઈએ બંને સાયન્ટિસ્ટને આ જીવ જોવા મળ્યો.
 
- સાયન્ટિસ્ટનું કહેવું છે કે એમણે વિચાર્યું હતું એના કરતાં આ જીવની સાઈઝ મોટી હતી.
 
- એમનું કહેવું છે કે આ જીવ અંદાજ 6 ઇંચ લાંબો છે.
 
- હાલ તો આ જીવને બચાવવાની અને એની સંખ્યા વધારવાનો પ્રયત્નો ચાલી રહ્યાં છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ આને રિલેટેડ બીજા ફોટોઝ...
(Photo Stories Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shocking Things Hidden In This Island From 80 Years
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended