Home »Ajab-Gajab »Photo Stories» Life Of Uncontacted Tribe Of Amaxon Rainforest

અમેઝનના જંગલોમાં આવી છે ટ્રાઈબ્સની LIFE, હેલિકોપ્ટરથી લીધાં PHOTOS

divyabhaskar.com | Mar 12, 2017, 06:00 AM IST

  • આ લોકો આજે પણ બહારની દુનિયાના સંપર્કમાં નથી અને કોઈ એમની વચ્ચે જાય એ એમને પસંદ નથી
અજબ-ગજબ ડેસ્ક: બ્રાઝિલમાં રહેતા ફોટોગ્રાફર રિકાર્ડો સ્ટકર્ટે અમેઝનના જંગલમાં રહેતી જનજાતિના ફોટોઝ ક્લિક કર્યાં છે. નવાઈની વાત તો એ છે કે આ લોકો આજે પણ  બહારની દુનિયાના સંપર્કમાં નથી.  તેમણે હેલિકોપ્ટરથી આ લોકોના ફોટો પાડ્યાં છે. એ વખતે જનજાતિના લોકો હેલિકોપ્ટરને જોઈને બહુ ડરી ગયા હતા અને પોતાના પારંપારિક હથિયારો લઈને નિશાન તાંકવા સજ્જ થઈ ગયા હતા.
 
આમ ક્લિક કર્યાં ફોટોઝ
કહેવાય છે કે રિકાર્ડો હેલિકોપ્ટરથી ટ્રાવેલ કરતા હતા ત્યારે અચાનક જ તોફાનની આશંકા જતાં એમણે રસ્તો બદલવો પડ્યો. એણે એમેજનના જંગલનો રસ્તો લીધો અને એ જ વખતે એમની નજર આ લોકો પર પડી. એ લોકો છુપાઈને હેલિકોપ્ટર પર નજર તાંકીને ઉભા હતા. ઉલ્લેખનીય છે કે બ્રાઝિલિયન પ્રાંત એકરમાં પેરૂ બોર્ડર પાસે આ ફોટો ક્લિક કરવામાં આવ્યાં છે.
રિકાર્ડો કહે છે કે અમે અમેઝનની ઉપરથી પસાર થતાં હતા ત્યારે આ જનજાતિના લોકોનો સામનો થયો. એ લોકો હેલિકોપ્ટર વિશે જાણવા માગતા હતા પણ એમની અંદર ડર પણ હતો. મે એક પછી એક ક્ષણોને કેમેરામાં કેદ કરવાનું શરૂ કરી દીધું.
 
એ લોકોને જોઈને એવું લાગતુ હતું જાણે એ લોકો આજે પણ 20 હજાર વર્ષ જૂના દોરમાં જીવી રહ્યાં છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ બીજા ફોટોઝ....
(Photo Stories Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Life Of Uncontacted Tribe Of Amaxon Rainforest
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended