Home »Ajab-Gajab »Interesting» Korean Actress Lee Tae Im Eating Three Spoons Of Rice Every Day

ફિગર મેન્ટેન કરવાનું કેવું ગાંડપણ! 6 મહીનાથી ખાય છે માત્ર '3' ચમચી ભાત

divyabhaskar.com | Apr 20, 2017, 17:14 PM IST

  • દક્ષિણ કોરિયાઈ અભિનેત્રી લી તે ઇમ છેલ્લાં 6 મહિનાથી વિચિત્ર ડાયેટ કરી રહી છે.
અજબ-ગજબ ડેસ્ક:આજકાલ જેને જુઓ એ ફિઝિક મેન્ટેન કરવાની રીતો અજમાવતો દેખાય છે. એમાંય જે લોકો સૌંદર્ય, મૉડલિંગ કે એક્ટિંગના ફિલ્ડમાં હોય એ પોતાના ડાયેટ માટે વધારે સભાન હોય છે. આવું જ કંઇક પાગલપણું30 વર્ષની દક્ષિણ કોરિયાઈ અભિનેત્રી લી તે ઇમ (Lee Tae-Im )ના માથે સવાર હતું. એ સ્લિમ થવા માટે છેલ્લા 6 મહીનાથી રોજે 3 ટી સ્પૂન ભાત જ ખાય છે.
 
ડાયેટને લીધે આવી છે લાઈમલાઈટમાં...
લી તે ઇમ આજકાલ પોતાના આવા ડાયેટને લીધે ચર્ચાનું કેન્દ્ર બની છે. તેની અત્યારસુધીની ઇમેજ સ્વાસ્થને પ્રમોટ કરતી એક્ટ્રેસની હતી. પરંતુ થોડાં દિવસો પહેલા એક કાર્યક્રમમાં આવી ત્યારે એ બહુ જ પાતળી લાગતી હતી. એના આવી સ્લિમબૉડી વિશે લોકોએ જાણવાનો પ્રયત્ન કર્યો તો એણે કહ્યું કે એ છેલ્લાં 6 મહિનાથી માત્ર 3 ટી સ્પૂન ભાત જ ખાય છે. લીએ કહ્યું કે છ મહીના પહેલા એક ફોટોશૂટમાં એને એવું લાગ્યું કે એ જાડી થઈ રહી છે. એ દિવસથી  જ એણે સામાન્ય ખોરાક છોડીને માત્ર 3 ચમચી ભાત ખાવાનું શરૂ કરી દીધું.
 
આગળની સ્લાઈડમાં જુઓ એના બીજા ફોટોઝ....
(Interesting Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Korean Actress Lee Tae Im Eating Three Spoons Of Rice Every Day
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended