Home »Ajab-Gajab »Na Hoy» Husband Noticed Mysterious Black Spots On Wifes Hand

પત્નીના હાથમાં થતા હતા કાળા રહસ્યમયી ધબ્બા, ડૉક્ટર્સે આપ્યું આવું કારણ

divyabhaskar.com | Apr 18, 2017, 12:49 PM IST

  • પત્નીની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હતી અને થોડાં દિવસોમાં તો એ ધબ્બા મોટાં થતા ગયા
 
 
અજબ-ગજબ ડેસ્ક:દુનિયામાં એવી અનેક બીમારીઓ છે જેના વિશે જાણીને આપણને નવાઈ લાગે. આવું જ કઇંક Redditor gullibletrout નામના એક વ્યક્તિ સાથે થયું. એણે કહ્યું કે એની પત્નીના હાથમાં કેટલાક દિવસોથી રહસ્યમય રીતે આવા કાળા ડાઘા બની રહ્યાં હતા. જ્યારે એમણે ડૉક્ટરને બતાવ્યું  તો ખબર પડી કે પત્નીને Pyogenic granuloma નામની બીમારી છે.
 
 
આ છે આખી વાત
- imgur પર Oestk નામના આ યૂઝરે આખી વાત શેર કરતાં કહ્યું કે પહેલા પત્નીના હાથમાં નાના કાળા ડાઘ બનતાં હતા.
 
- શરૂઆતમાં એમણે ધ્યાન ના આપ્યું. એમને લાગ્યું કે કદાચ લોહી જામી રહ્યું છે અને સમયજતાં સારું થઈ જશે.  પરંતુ ધીમેધીમે ડાઘા મોટા થતાં ગયા. એણે એને કાઢવાનો પ્રયત્ન કર્યો પણ એ ના નીકળ્યાં.
 
- Redditorએ કહ્યું કે સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હતી અને થોડાં દિવસોમાં તો એ ડાઘા મોટાં થવા લાગ્યાં. એટલું જ નહીં એક ડાધો તો જાતે જ ફૂટી ગયો અને એની સાથે ચામડીનો નાનકડો ભાગ પણ બહાર આવ્યો.

- આનાથી ગભરાયેલા કપલે તરત જ પ્લાસ્ટિક સર્જનને એપોઈન્ટમેન્ટ લીધે અને એને પોતાની તકલીફ વિશે જણાવ્યું.

- સર્જને જરાય મોડું કર્યાં વિના ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી અને એના હાથમાંથી બધા ધબ્બા ગાયબ થઈ ગયા.
 
- ડૉક્ટરે કહ્યું કે યુવતીને Pyogenic Granuloma નામની બીમારી થઈ ગઈ, જેના લીધે જ હથેળીમાં આ  ડાઘા બન્યાં હતા. અગત્યની વાત એ છે  ડૉક્ટરે કહ્યું કે યુવતી વારંવાર ગર્ભનિરોધક ગોળીઓ બદલતી હતી. જેના લીધે હાર્મોન ઇનબેલેન્સ થતાં એને ઇરિટેશન શરૂ થઈ ગયું.
 
આગળ જુઓ બીજા કેટલાક ફોટોઝ....
(Na Hoy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Husband Noticed Mysterious Black Spots On Wifes Hand
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended