Home »Ajab-Gajab »Na Hoy» In Hong Kong Poor People Living In Coffin House

પ્રાણીઓથી બદતર છે અહીના લોકોની LIFE, લોખંડના પાંજરામાં કાઢે છે દિવસો

divyabhaskar.com | Mar 16, 2017, 07:00 AM IST

  • આ પાંજરાની સાઈઝ પણ નક્કી હોય છે. આમાં પાથરવા માટે ગાદલાને બદલે વાંસની ચટાઈનો ઉપયોગ કરવામાં આવે છે
અજબ-ગજબ : લાઈફસ્ટાઈલ અને લક્ઝરી માટે દુનિયાભરમાં જાણિતા હોંગકોંગની બીજી બાજુ પણ છે જે બહુ ઓછા લોકો જાણતા હશે. હકિકત એ છે કે આજેપણ અહીં એવા અનેક લોકો છે પાંજરામાં રહે છે અને આ પાંજરાય લોકોને એટલી સરળતાથી નથી મળતા. અહીં એક પાંજરાની કિંમત આશરે 11,000 (32,000) રૂપિયા છે. આ પાંજરાઓને ખંડેર જેવા મકાનોમાં ગોઠવી દેવાય છે. 
 
ખંડેર જેવા ઘરમાં રહે છે 100-100 લોકો
અહીં ઘરના હોય તેવા લોકો મજબુરીને કારણે પાંજરાના એક એપાર્ટમેન્ટમાં રહે છે.પાંજરાના એક એપાર્ટમેન્ટમાં 100-100 લોકો રહે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે એક એપાર્ટમેન્ટમાં બે જ ટોયલેટ હોવાથી લોકોની તકલીફ ઘણી વધી જાય છે.
 
પિંજરાની સાઈઝ ફિક્સ હોય છે
સોસાયટી ફોર કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશનના આંકડા મુજબ તો હાલ હોંગકોંગમાં અંદાજે એક લાખ કરતા પણ વધારે લોકો આવા પાંજરાઓમાં રહે છે. આ પાંજરાની સાઈઝ પણ નક્કી હોય છે. આમાં પાથરવા માટે ગાદલાને બદલે વાંસની ચટાઈનો ઉપયોગ કરવામાં આવે છે. 2012થી આ પ્રોપર્ટીના ભાવ ડબલ થઈ ગયા છે. આવા કોફિન એપોર્ટમેન્ટ હોંગકોંગમાં જ નહીં સાઉથ કોરિયા, સિયોલ અને લોસ એન્જલિસમાં પણ જોવા મળે છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ પાંજરામાં રહેતા લોકોનું જીવન...
(Na Hoy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: In Hong Kong Poor People Living In Coffin House
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended