Home »Ajab-Gajab »Strange» This Canadian River To Vanish In Only Four Days

કેનેડાની નદી 4 દિવસમાં સૂકાઈ ગઈ, સાયન્ટિસ્ટને છે 'નદી ચોરાયા'ની શંકા

divyabhaskar.com | Apr 21, 2017, 16:08 PM IST

  • કેટલાકનું કહેવું છે કે હાલ આ નદી અલાસ્કાની ખાડી તરફ વહી રહી છે.
અજબ-ગજબ ડેસ્ક :કેનેડામાં આવેલી સ્લિમ્સ નદી એકાએક માત્ર 4 દિવસમાં જ સૂકાઈ ગઈ. સંશોધકો આને ક્લાઈમેટ ચેન્જનું પરિણામ ગણાવી રહ્યાં છે તો  સાયન્ટિસ્ટ  આને 'રિવર પાયરસી' (નદીની ચોરી) ગણાવી રહ્યાં છે. 
 
 
 
સેંકડો વર્ષો જૂની છે આ નદી
કાસ્કાવુલ્શ ગ્લેશિયરમાંથી નીકળતી 150 મીટર પહોળી સ્લિમ્સ નદી અહી કેટલાય વર્ષોથી વહેતી હતી. એક વેબસાઈટનું માનીએ તો વાતાવરણમાં આવેલા ફેરફારને લીધે ગ્લેશિયરનો બરફ ઝડપથી ઓગળતા પાણીનું વહેણ એટલું ઝડપી બની ગયું કે એણે પોતાની દિશા જ બદલી નાંખી.  વહેણનો રસ્તો બદલી લેવાને લીધે એ પોતાના જૂના રસ્તાથી લગભગ ગાયબ જ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ હાલ આ નદી અલાસ્કાની ખાડી તરફ વહી રહી છે. એક ભૂવિજ્ઞાનીએ કહ્યું કે  જ્યારે એણે આ નદીની મુલાકાત લીધી ત્યારે એ નદી સુકાઈ ગઈ હતી. બીજી તરફ સાયન્ટિસ્ટોનું કહેવું છે કે આ પ્રકારના ફેરફાર આવવામાં ખાસ્સો વખત લાગે છે. એમ પણ કહેવાય છે કે ગ્લોબલ વોર્મિંગને લીધે સ્લિમ્સ નદી પાતળી ધારામાં ફેરવાઈ ગઈ જ્યારે બીજી તરફ ગ્લેશિયર્સના પાણીએ દિશા બદલતા અલાસ્કા નદી કેટલાય ગણી મોટી થઈ ગઈ છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ આ નદીના 4 બીજા Photos...
(Strange Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: This Canadian River To Vanish In Only Four Days
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended