Home »Ajab-Gajab »Photo Stories» Unseen Lives Of Female Soldiers In Israel

પહેલા કદી નહી જોઈ હોય મહિલા સૈનિકોની આવી Life, ફોટોગ્રાફ્સમાં સફર

divyabhaskar.com | Mar 10, 2017, 12:14 PM IST

  • ઇઝરાયેલમાં છોકરીઓ 18 વર્ષની થાય એટલે એમણે ફરજિયાત પણ મિલિટરીમાં શામેલ થવું પડે છે.
 
અજબ-ગજબ ડેસ્ક: એક ફોટોગ્રાફર અને ઇઝરાયેલની એક્સ ફીમેલ સોલ્જરે પોતાના દેશની મહિલા સૈનિકોની સુંદરતા બતાવી છે. રિપોર્ટ્સ મુજબ માયન ટોલેડેનોએ પાડેલા આ ફોટાઓ ઇઝરાયેલી મહિલા સૈનિકોની વણજોયેલી લાઈફને દુનિયાની સામે લાવે છે.
 
જુઓ કેવી રીતે રહે છે મહિલા સૈનિકો
ઇઝરાયેલ દુનિયાના એવા ગણતરીના દેશોમાનો એક દેશ છે જ્યાં છોકરીઓ 18 વર્ષની થાય એટલે એમણે ફરજિયાત પણ મિલિટરીમાં શામેલ થવું પડે છે. માયનનું કહેવું છે કે સામાન્ય રીતે આખી દુનિયા અને મીડિયા સૈનિકોને માત્ર યુદ્ધ સાથે જ જોડીને જુએ છે. પરંતુ યુદ્ધ સિવાયના સમયમાં એમની લાઈફ કેવી હોય છે એ કોઈ સામે નથી લાવતું.
 
માયન ઇઝરાયેલના હૈફામાં જન્મી હતી. એને પહેલાથી ડાન્સ અને આર્ટમાં રસ હતો. તે એડલ્ટ થયા પછી આર્ટમાં જ આગળ વધવા માગતી હતી અને એ માટે દુનિયા ફરવાનું સપનું જોતી હતી. પરંતુ 18 વર્ષની થતાં જ કાયદાનુસાર તેણે મિલિટરીમાં જવું પડ્યું. જો કે હવે માયન ફોટોગ્રાફી કરે થે અને છેલ્લાં 6 વર્ષથી ન્યુયોર્કમાં રહે  છે. આર્મીની ડ્યુટી દરમિયાન એને તેલ અલીવમાં રાખવામાં આવી હતી. આ ફિમેલ સોલ્જરનું કહેવું છે કે આ ફોટોઝ દ્વારા તે સૈનિકોની બીજી લાઈફને સામે લાવવા માગે છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ વઘુ  PHOTOS...
(Photo Stories Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Unseen Lives Of Female Soldiers In Israel
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended