Home »Ajab-Gajab »Interesting» Enormous Iceberg Has Turned Ferryland Into A Tourist Spot

શહેર પાસે તરતો દેખાયો બરફનો પહાડ, ફોટો પાડવામાં મશગુલ બન્યાં લોકો

divyabhaskar.com | Apr 21, 2017, 16:16 PM IST

  • આ આઇસબર્ગ ટાઈટેનિકને ભરખી જનારા આઈસબર્ગ કરતાં પણ ઉંચો હતો.
અજબ-ગજબ ડેસ્ક : કેનેડાના ફેરિલેન્ડ પાસે દરિયામાં આશરે 150 ફૂટ ઉંચો બરફનો પહાડ દેખાવા લાગ્યો તો એને જોવા નાનકડા શહેરમાં ટૂરિસ્ટની ભીડ જામવા લાગી. લોકો ધડાધડ એના ફોટો પાડવા લાગ્યાં તો કોઈ એની સામે ઉભા રહીને ફોટો પડાવવા લાગ્યાં. ધીમેધીમે એટલી ભીડ થઇ કે ટ્રાફિક જામ થવા લાગ્યો. આ આઇસબર્ગ ટાઈટેનિકને ભરખી જનારા આઈસબર્ગ કરતાં પણ ઉંચો હતો.
 
જાણો શું છે આખો કિસ્સો
- કેનાડાના પૂર્વીતટ પર ન્યૂફાઉન્ડલેન્ડથી લેબ્રાડોર પ્રાંતની વચ્ચેના આ વિસ્તારને આઇસબર્ગ એલી કહેવામાં આવે છે. આની પાસે દર વર્ષે 600થી વધારે આઇસબર્ગ તરીને પસાર થતાં દેખાય છે.
- ફેરીલેન્ડ પાસે તરતો આ આઈસર્ગ ચર્ચાનું કારણ બન્યો કારણ કે એની સાઈઝ બહુ મોટી હતી.  આ વિશે ત્યાના મેયર એડન કાવાનાઘ કહે છે કે આ વિસ્તારમાં મેં અત્યારસુધી જોયેલા તમામ આઈસબર્ગમાં આ સૌથી મોટો છે,
- ખાસ વાત તો એ પણ છે કે જ્યાં બાકીના આઈસબર્ગ સમુદ્ર તટથી દૂર તરતા દેખાય છે ત્યાં આ આઈસબર્ગ છે કે કિનારા પાસે આવી ગયો હતો. એ એટલો કિનારે આવી ગયો હતો કે લોકો એની સાથે ફોટો પડાવી શકતાં હતા.
 
આગળની સ્લાઈડમાં જુઓ બરફના પહાડના બીજા ફોટોઝ...
(Interesting Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Enormous Iceberg Has Turned Ferryland Into A Tourist Spot
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended