Home »Ajab-Gajab »Strange» 5 Drugs Which Kept Top Places In Most Harmful And Deadly

આ છે દુનિયાના ડેન્જરસ ડ્રગ્સ, મોંમાં જતાં જ બદલાઈ જાય છે દુનિયા

divyabhaskar.com | Mar 16, 2017, 18:00 PM IST

  • LSD લીધા પછી 15 મિનિટમાં જ મગજ તમારા શરીરનો સાથ છોડવા લાગે છે.
 
અજબ-ગજબ ડેસ્ક :એક તરફ ભારતના ઘણાં રાજ્યોમાં દારૂબંદી લાદવામાં આવી છે તો બીજી તરફ  દુનિયામા એવા ભયાનક નશીલા પદાર્થો છે જેની તુલના સિગરેટ, દારૂ, ગાંજા સાથે કરી જ ના શકાય. નવાઈની વાત તો એ છે કે નશા કેમિકલ ઉપરાંત સીધા કુદરતના ખોળામાંથી પણ નીકળે છે. આજે અમે તમને દુનિયાના સૌથી ખતરનાક ડ્ર્ગ્સ વિશે જણાવીશું , જેના વિશે જાણીને તમને ચોક્કસ નવાઈ લાગશે.
 
LSD -LSDને દુનિયાના સૌથી શક્તિશાળી મૂડ ચેન્જિંગ કેમિકલ તરીકે ઓળખવામાં આવે છે. આ એક પ્રકારની ફૂગ હોય છે જે એસિડનો જ એક પ્રકાર છે. આને પહેલાં ક્રિસ્ટલ ફોર્મમાં તૈયાર કરવામાં આવે છે, પછી લિક્વિડ ફોર્મમાં ફેરવીને લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આના સેવનથી માણસ તરત જ બીજી દુનિયામાં પહોંચી જાય છે અને ભ્રમની દુનિયામાં રહે છે. આમ તો LSD ઘણાં રૂપોમાં બને છે પણ એનું સૌથી ફેમસ ફોર્મ ટપાલ ટિકિટ જેવું હોય છે.
 
ઘાતક અસર
LSD લીધા પછી 15 મિનિટમાં જ મગજ તમારા શરીરનો સાથ છોડવા લાગે છે. જેના લીધે સામે દેખાતી વસ્તુ પર પણ વિશ્વાસ નથી થતો. આમા પરસેવો થવો. રૂંવાડા ઊભા થવા, આંખની કીકી સાંકડી થવી જેવા ઘણા લક્ષણો જોવા મળે છે. LSD લેનારા મોટાભાગના લોકોને પોતાના ગયા જન્મની વાતો યાદ આવવા લાગે છે. આ નશાના સેવન પછી કોઈ રંગ માણસના મગજ પર હાવી થઈ જાય છે અને એને લગભગ બધી જ વસ્તુઓ એ રંગની દેખાવા લાગે છે. એટલું જ નહીં એકવાર LSD લીધાં પછી વધારે નશો કરવાનું મન થાય છે.
આગળ વાંચો દિવસે સપના બતાવે છે મેજિક મશરૂમ, આંખો સામે ચાલે છે કાલ્પનિક ફિલ્મ....
(Strange Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 5 Drugs Which Kept Top Places In Most Harmful And Deadly
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended