Home »Ajab-Gajab »Na Hoy» Doctors Found Strange Thing In Woman Stomach

કેટલાય દિવસોથી હતો પેટમાં દુઃખાવો, ઓપરેશનમાં સામે આવી કંઈક આવી હકીકત!

divyabhaskar.com | Mar 17, 2017, 07:00 AM IST

અજબ-ગજબ ડેસ્કઃ ઈન્ટરનેટ પર ઘણા દિવસોથી એક ખબર વાયરલ થઈ રહી છે, જેમાં કહેવાય છે કે 43 વર્ષની મહિલા છેલ્લા કેટલાય દિવસોથી પેટમાં દુઃખાવો અને ઊલ્ટીથી પરેશાન હતી. પોતાની પરેશાનીને તે ડોક્ટર પાસે ગઈ, પરંતુ ડોક્ટર્સે જે ખુલાસા કર્યા તે સાંભળીને તેને પોતાના કાન પર વિશ્વાસ ન થયો. વાસલ્તવમાં તેના પેટમાં એટલો કચરો ભર્યો હતો કે કોઈ વિચારી પણ ન શકે. સામે આવી આવી ભયાનક વાસ્તવિકતા...
 
આ મહિલાનું નામ અને જગ્યાનો ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. Meddy Bearના મુજબ મહિલાને થોડા સમયથી સતત પેટમાં દુઃખાવો થઈ રહ્યો હતો. સાથે જ તેને વારંવાર ઊલ્ટીઓ પણ થઈ રહી હતી. પોતાની સમસ્યાનો ઉકેલ લાવવા તે ડોક્ટર પાસે ગઈ, પરંતુ સોનોગ્રાફી દરમિયાન જે રિપોર્ટ આવ્યાં, તેને જોઈને બધાની આંખો ખુલી રહી ગઈ. રિપોર્ટ મુજબ તે મહિલાના પેટમાં કેટલીક ભંગારની વસ્તુઓ ફંસાયેલી હતી. પરંતુ બધાને આશ્ચર્ય થઈ રહ્યો હતો કે તેના પેટમાં આ વસ્તુઓ પહોંચી કેવી રીતે. મહિલાની સ્થિતિ જોતા ડોક્ટર્સે તરત ઓપરેશન કરવાનો નિર્ણય લીધો. ડોક્ટરોનું કહેવું હતું કે જો જલ્દી આ ઓપરેશન ન કરવામાં આવ્યું તો તેની અસર મહિલાના મગજ ઉપર પણ પડી શકે છે. ઓપરેશન પછી મહિલાના પેટમાંથી જે સામાન નીકળ્યો તેમાં ખીલ્લી, પેન, તૂટેલા ચમચા, લાકડાના નાના ટુકડા, માથાના વાળ, મેટલની ચેઇન અને ટૂથબ્રશ શામેલ હતા. ડોક્ટર્સનું કહેવું હતું કે મેડિકલ હિસ્ટ્રીમાં આ પ્રકારનો આ પહેલો કેસ હતો. પરંતુ લોકો માટે હવે આ પણ મિસ્ટ્રી બનેલો છે કે તેના પેટમાં આ અજીબોગરીબ વસ્તુઓ આવી કેવી રીતે? આટલું જ નહીં આ ખબર આજકાલ ખૂબ વાયરલ થઈ રહી છે. જોકે, આ ખબર ક્યાંની છે અને તેની વાસ્તવિકતા શું છે, તેના વિશે હજુ સુધી કોઈ ખુલાસા નથી થઈ શક્યાં.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ આવા જ કેટલાક Photos...
(Na Hoy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Doctors Found Strange Thing In Woman Stomach
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended