Home »Ajab-Gajab »Na Hoy» Us Couple Found A 50 Year Old Safe Hidden While Kitchen Renovation

50 વર્ષોથી કિચનમાં દફન હતો ખજાનો, ખુલતાં જ ચમકી ગઈ કપલની કિસ્મત

divyabhaskar.com | Apr 20, 2017, 00:10 AM IST

અજબ-ગજબ ડેસ્ક:ફીનિક્સ (Phoenix),યૂએસમાં રહેતા આ કપલને એમના રસોડાની એક દિવાલ તોડતાં એટલી મોટી રકમ મળી કે એમનું નસીબ બદલાઈ ગયુ. એ લોકોએ ઘરનું રિનોવેશન કરાવવાનું શરૂ કર્યું હતું અને એ વખતે કિચનની દિવાલમાંથી 50 વર્ષથી દફનાવેલો ખજાનો મળ્યો. કપલે કહ્યું કે એ સેફમાં 33 લાખ ($51,080) રૂપિયા મુકેલા હતા. જેને જોઈને એમની ખુશીનો કોઈ પાર ના રહ્યો.
શું છે આખી ઘટના...
- imgur પર મહિલાએ વાત શેર કરતાં લખ્યું છે કે અમે રિનોવેશનનું કામ કરાવ્યું અને એ વખતે અમને દિવાલમાં આ સેફ દેખાયો.
 
 
- પહેલાં તો એ સમજાયું નહી કે એને ખોલાય કેવી રીતે. થોડીવાર પછી એમને યાદ આવ્યું કે મેડિસિન કેબિનેટની પાછળ એક કોડ લખેલો છે. એ કોડ યાદ કરીને ખોલવાનો ટ્રાય કર્યો તો સેફ ખુલી ગયું.
 
- બહેન કહે છે કે સેફમાં મોટાભાગે 100 ડોલરના નોટ હતા. એ સિવાય 1960માં બનેલી દારૂની એક બોટલ અને પુસ્તક પણ મુકેલું હતું.
 
- E.F. Schumacher લિખિત આ પુસ્તકનું નામ 'A Guide for the Perplexed' હતું. આ પુસ્તક
1977માં પ્રકાશિત થયેલું હતું.
 
- એટલું જ નહીં પુસ્તકમાં એક બ્લેક એન્ડ વ્હાઈટ મિસ્ટ્રી મેનનો ફોટો પણ હતો. જેની પાછળ લખેલું હતું કે  અલન, 'I have a book you must read'
 
- આ સિવાય પણ કેટલીક વસ્તુઓ એમને મળી જેને જોઈને બંને જણા દંગ રહી ગયા હતા.
 
આગળની સ્લાઈડમાં જુઓ આને રિલેટેડ 4 અન્ય Photos...
(Na Hoy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Us Couple Found A 50 Year Old Safe Hidden While Kitchen renovation
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended