Home »Ajab-Gajab »Interesting» Girlfriend Dont Like Flowers So Boyfriend Gives Her Genius Gift

છોકરાએ ગર્લફ્રેન્ડને આપી વિચિત્ર ગિફ્ટ, જોઈને શૉક્ થઈ ગઈ છોકરી

divyabhaskar.com | Feb 12, 2017, 06:00 AM IST

  • Rico Villanuevaએ પોતાની પ્રેમિકા Annika Aguinaldo ને ચિકન નગેટ્સની બકેટ ગિફ્ટ કરી.
અજબ-ગજબ ડેસ્ક:વેલેન્ટાઈન ડે પર કપલ એકબીજાને સરસ ગિફ્ટ આપવાનું ચોક્કસ વિચારતા હશે. પરંતુ ફિલીપાઈન્સમાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકાને વેલેન્ટાઈન પહેલા જ એવી ગિફ્ટ આપીને જેને જોઈને છોકરી શૉક્ડ રહી ગઈ.
 
ગિફ્ટમાં આપ્યું ચિકન
તમે ફૂલ, ચોકલેટ્સ, ટેડી બીયર જેવી વસ્તુઓ ગર્લફ્રેન્ડને ભેટમાં આપવાની વાત સાંભળી હશે પણ Rico Villanuevaએ પોતાની પ્રેમિકા Annika Aguinaldo ને ચિકન નગેટ્સની બકેટ ગિફ્ટ કરી. છોકરી તો ગિફ્ટ જોઈને ચોંકી ગઈ. જો કે પછી એ બૉયફ્રેન્ડના માસૂમ અંદાજથી બહુ ખુશ પણ થઈ ગઈ. એનિકાએ આ ફોટો પોતાના ટ્વીટર એકાઉન્ટમાં પોસ્ટ કર્યો અને લખ્યું કે હું નસીબવાળી છુ કે મને આટલો બધો પ્રેમ કરનાર બૉયફ્રેન્ડ મળ્યો છે. એના ફોટોઝ બહુ વાયરલ થઈ રહ્યાં છે.
 
છોકરીને નહોતા ગમતા ફૂલ

એનિકા કહે છે કે મને ફૂલ ના ગમતાં હોવાથી મેં એને ફૂલ આપવાની ના પાડી હતી. તેથી Ricoએ વિચાર્યું કે એવી કોઈ ગિફ્ટ આપુ જેનાથી ડઘાઈ જાય. એ પછી Ricoએ એને ચિકન નગેટ્સની આખી બકેટ ગિફ્ટમાં આપી દીધી.
એનિકા કહે છે કે અમે દુનિયાના સૌથી અજીબ કપલ છીએ અને Ricoની આ ગિફ્ટથી હું બહુ ખુશ છું.

આગળની સ્લાઈડમાં જુઓ એમના બીજા Photos...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Girlfriend Dont Like Flowers So Boyfriend Gives Her Genius Gift
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext