Home »Ajab-Gajab »Na Hoy» Rich Beggar Of Beijing Photos Goes Viral Who Earn Most

'ભિખારી' છે પૈસા ગણતા આ ભાઈ, ખાતામાં દર મહિને જમા કરે છે લાખ રૂપિયા

divyabhaskar.com | Apr 17, 2017, 12:51 PM IST

  • આ ભિખારી ચીનની રાજધાની બીઝિંગના રસ્તાઓ પર ફરીને ભીખ માગતો હતો.
 
 
અજબ-ગજબ ડેસ્ક:સોશિયલ મીડિયાને કોઈપણ વાત બહુ ઝડપથી એકથી અનેક સુધી પહોંચી જતી હોય છે. આજકાલ સોશિયલ સાઈટમાં આ ભિખારીના ફોટો બહુ વાયરલ થઈ રહ્યાં છે. જેમાં તે જમીનપર પૈસાનો ઢગલો કરીને ગણતો દેખાય છે. કહેવાય છે કે આ ભિખારી ચીનની રાજધાની બીઝિંગના રસ્તાઓ પર ફરીને ભીખ માગતો હતો. એની મહિનાની આવક 1 લાખ 10 હજાર રૂપિયા માનવામાં આવે છે. જેને એ દર મહિને પોસ્ટ ઓફિસમાં જમા કરાવે છે....
 
 
પોસ્ટ ઓફિસમાં જમા કરે છે પૈસા
- આ ભાઈ દર મહિનો બોરીમાં પૈસા લઇને પોસ્ટ ઓફિસ જાય છે.
- એ દર મહિને બીઝિંગના પોસ્ટ ઓફિસમાં જઈને બધા પૈસા જમા કરી દે છે.
- પોસ્ટ ઓફિસે જ કોઈએ એનો આ ફોટો પાડી લીધો અને એને સોશિયલ સાઇટ પર અપલોડ કરી દીધો. ત્યાંથી જ આ ફોટો વાયરલ થઈ રહ્યો છે.
- હજી ભિખારીનું નામ સામે નથી આવ્યું. કહેવાય છે કે આ ભિખારીને રોજે બીઝિંગના રસ્તા પર ફરતો જોઈ શકાય છે.
 
ભીખ માગીને બની ગયો આટલો શ્રીમંત
- જાણવા મળ્યું છે કે એણે આ પૈસાથી બીઝિંગમાં બે માળનું મકાન બનાવડાવ્યું છે.
- એટલું જ નહીં એના ત્રણ બાળકો ચીનની નામાંકિત સ્કૂલમાં ભણે છે.
- પરિવારમાં કમાનાર વ્યક્તિ એ એકલો જ છે.
 
 પૈસા ગણવાના બદલામાં આપે છે ટિપ
- પોસ્ટ ઓફિસમાં પૈસાના આ ઢગલાને ગણવામાં બહુ વાર લાગે છે.
- તેથી જ આ કામમાં એ લોકોની મદદ લે છે અને કામ પૂરું થતાં એમને રૂ. 100 ટિપ પણ આપે છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ એના બીજા ફોટોઝ...
(Na Hoy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rich Beggar Of Beijing Photos Goes Viral Who Earn Most
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended