Home »Ajab-Gajab »Na Hoy» 9 Shocking Secrets About North Korea You Never Knew

30 વર્ષથી કાદવમાં પડેલું હતું આ પ્લેન, એરફોર્સની નજર પડતાં ખુલ્યો ઇતિહાસ

divyabhaskar.com | Apr 19, 2017, 15:04 PM IST

  • સૈનિકોને જંગલમાં દલદલમાં એક રહસ્યમય વસ્તુ દેખાઈ
 
 અજબ-ગજબ ડેસ્ક: 1972માં પાપુઆ ન્યૂ ગિનીની ઉપરથી પસાર થતાં રૉયલ ઓસ્ટ્રિલિયાઈ એરફોર્સના હેલિકોપ્ટરમાં બેઠેલા સૈનિકોને જંગલમાં દલદલમાં એક રહસ્યમય વસ્તુ દેખાઈ. એમણે નજીક જઈને જોયુ તો ખબર પડી કે વસ્તુ બીજા વિશ્વ યુદ્ધમાં વપરાયેલુ લડાકુ વિમાન હતું.
 
નહોતું થયુ નુકસાન
 
- વર્ષો સુધી દલદલમાં રહ્યાં પછી પણ આ વિમાન સારી હાલતમાં મળ્યું હતું.
 
- તપાસમાં ખબર પડી કે વૉર વખતે ટેકઓફ થયા પછી પ્લેનમાં ખરાબી આવતા પાયલોટે એને ખેતરમાં ઉતારવાનું નક્કી કર્યું પણ ખરેખર તો એ એને કાદવમાં ઉતારી રહ્યો હતો.
 
- આ પ્લેન ખરેખર તો અમેરિકન એરફોર્સનું B-17E ફ્લાઈંગ ફોટ્રેસ હતુ
 
- દુર્ઘટનાના 30 વર્ષ પછી એની શોધખોળ હાથ ધરાઈ ત્યારે એને સ્વેમ્પ ગોસ્ટ તરીકે બોલાવવા લાગ્યાં.
 
- આર્કિયોલોજિસ્ટ ફ્રેડ હેગને 2010માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ જહાજ આટલી સારી સ્થિતિમાં મળશે એનો એમને અંદાજ જ નહોતો.
 
ઐતિહાસિક છે આ ફાઈટર પ્લેન
 
- હવાઈના પેસિફિક એવિએશન મ્યૂઝિયમનું કહેવું છે કે આ વિમાને સેકન઼્ વર્લ્ડ વૉરમાં અગત્યની ભૂમિકા ભજવી હતી.
 
-B-17નો ઇતિહાસ 1930ના સમયનો છે. આને યુદ્ધ વખતે હવાઈ, પનામા અને અલાસ્કા સુધી હથિયાર પહોંચાડવા માટે બનાવાયું હતું.
 
- યુદ્ધ પત્યુ ત્યાં સુધીમાં 12હજાર 731 B-17 પ્લેન્સ બનાવાયા હતા.
 
હવે વધારે છે મ્યુઝિયમની શોભા
 
-2010માં આ પ્લેનને અમેરિકા પહોંચાડવામાં આવ્યું. જ્યાં એને કેલિફોર્નિયાના લૉંગ બીચ પર મુકવામાં આવ્યું ત્યારે એને જોવા લોકોની ભીડ જામી હતી.
 
-2013થી એને હવાઈના પેસિફિક એવિએશન મ્યુઝિયમમાં મુકવામાં આવ્યું છે.
 
આગળ જુઓ સ્વેમ્પ ઘોસ્ટના અન્ય ફોટોઝ...
(Na Hoy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 9 Shocking Secrets About North Korea You Never Knew
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended