Home »Ajab-Gajab »Strange» Bangladeshi Fisherman Has His Half Face Ripped By Tiger

જંગલમાં ગયેલા હાશ્મોતનો ફેસ ખાઈ ગયો વાઘ, 20 વર્ષે બતાવ્યો ચહેરો

divyabhaskar.com | Apr 18, 2017, 19:46 PM IST

  • 20 વર્ષ પહેલાં હાશ્મોત મેંગ્રોવ ફોરેસ્ટમાં મિત્રો સાથે મધ લેવા ગયો ત્યારે વાઘે મોઢું ફાડી ખાધું
 
અજબ-ગજબ ડેસ્ક:બાંગ્લાદેશમાં રહેતા હાશ્મોત અલીનો ચહેરો વાઘે બગાડી નાંખ્યો છે. 38 વર્ષથી  મોટા હાશ્મોત અત્યારસુધી પોતાનો ચહેરો રૂમાલથી ઢાંકીને રાખતા હતા. જો કે દુર્ઘટનાના 20 વર્ષ પછી પહેલીવાર એમણે લોકોને પોતાનો ફેસ બતાવ્યો. જેથી પ્લાસ્ટિક સર્જરી માટે પૈસા ભેગા કરવામાં લોકો એમની મદદ કરી શકે.
 
 
 
જંગલમાં વાઘે કર્યો હતો હુમલો..
- 20 વર્ષ પહેલાં હાશ્મોત મેંગ્રોવ ફોરેસ્ટમાં મિત્રો સાથે મધ લેવા ગયા હતા. એ રાતે પોતાની નાવ પાસે સૂતા હતા સૂતો હતો ત્યારે વાઘે હુમલો કર્યો.
 
- વાઘે પોતાનો પંજો સીધો હાશ્મોતના ફેસ પર માર્યો અને એ ભાગનું માસ કાઢી નાંખ્યું. હાશ્મોતની ચીસ સાંભળીને એના મિત્રો ત્યાં આવ્યાં અને આ લોકોની બુમાબુમ સાંભળીને વાઘ જંગલમાં ભાગી ગયો.
 
- હાશ્મોતને નજીકની હોસ્પિટલ લઇ જવામાં 6 કલાક લાગ્યા. આ અકસ્માતમાં એનો જીવ તો બચ્યો પણ ફેસ બહું ખરાબ થઈ ગયો.
 
- એ પછી 20 વર્ષ એણે પોતાનો ચહેરો લોકોથી છુપાવી રાખ્યો પણ 2016માં એણે પહેલીવાર લોકોને પોતાનો ફેસ બતાવ્યો જેથી લોકો પ્લાસ્ટિક સર્જરી માટે એની મદદ કરી શકે.
 
3 બાળકોના પિતા છે હાશ્મોત
 
- હાશ્મોત પરિવાર સાથે બાંગ્લાદેશના દક્ષિણ ભાગમાં રહે છે.
 
- એમના પરિવારમાં પત્ની અને 3 બાળકો છે.
 
- હાશ્મોત માછલીઓ વેચીને ઘર ચલાવે છે.
 
- એને લાગે છે કે આવા ચહેરાને લીધે ભવિષ્યમાં એની દીકરીઓના લગ્ન કરાવવામાં તકલીફ પડશે, તેથી હવે એ સર્જરી કરાવવા માગે છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ બીજા ફોટોઝ...
(Strange Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bangladeshi Fisherman Has His Half Face Ripped By Tiger
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended