Home »Ajab-Gajab »Photo Stories» Girl Gows Six Inch Nails After Refusing To Cut Them For Three Year

આ છોકરીએ 3 વર્ષથી નથી કાપ્યા નખ, હવે પડે છે આવી ઘણી તકલીફો

divyabhaskar.com | Apr 08, 2017, 15:00 PM IST

  • સાઈમને 2014થી જ નખ નથી કાપ્યાં અને હવે એમની લંબાઈ 6 ઇંચ થઈ ગઈ છે.
અજબ-ગજબ ડેસ્ક:  દુનિયામાં એવા ઘણાં લોકો છે જેમને પોતાના નખ બહુ જ વહાલા હોય. એમાંય છોકરીઓ તો ફેશન માટે પોતાના નખ વધારતી હોય છે. આવો જ શોખ ન્યૂરેમબર્ગ જર્મનીમાં રહેતી 16 વર્ષની સાઈમન ટેલરને હતો. એણે છેલ્લા 3 વર્ષથી પોતાના નખ કાપ્યાં જ નહોતા. પરંતુ હવે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
 
નખ વધારવાનું પડ્યું મોંઘુ
- હજી સ્કૂલમાં જ ભણતી સાઈમને 2014થી જ નખ નથી કાપ્યાં અને હવે એમની લંબાઈ 6 ઇંચ થઈ ગઈ છે. જેના લીધે એને ખાસ્સી તકલીફો થાય છે.
 
- એ કહે છે કે આવા લાંબા નખને લીધે એને બહુ દુખાવો થાય છે.
 
- એટલું જ નહી નખને લીધે એને કપડાં પહેરવામાં પણ ખાસ્સી તકલીફ પડે છે.
 
- સાઇમને કહ્યું કે પરીક્ષા વખતે એને પેન પકડવામાં તકલીફ પડે છે અને લખતાં લખતા આંગળીઓ દુખવા લાગે છે.
 
-એટલું જ નહીં તે વૉલીબૉલ અને બાસ્કેટ બૉલ જેવી ગેમ્સ પણ નથી રમી શકતી.
 
- સાઈમન કહે છે નખને મેન્ટેન કરવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછો એક કલાક આપવો પડે છે.
 
-એ કહે છે કે જે વર્ષે મે નખ વધાર્યાં ત્યારે એ વખતે હું રોજે એવું વિચારતી કે આવતી કાલે કાપી નાખીશ. પરંતુ હવે એ એના જીવનનો એક ભાગ બની ગયા છે અને એ એને કાપવાનો વિચાર પણ નથી કરતી.
 
- સાઈમન કહે છે કપડાં પહેરતા અને વાળ ઓળતી વખતે પણ એ બહુ ધ્યાન રાખે છે તે નખ તુટી ના જાય.
 
- ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે ફળ કાપીને ખાવાને હદલે નખથી જ ખાઈ લે છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ એના બીજા 10 Photos...
(Photo Stories Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Girl Gows Six Inch Nails After Refusing To Cut Them For Three Year
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended