Home »Abhivyakti »Parde Ke Pichhe» Switzerland In Charlie Chaplin Anniversary

સ્વિત્ઝર્લેન્ડમાં ચાર્લી ચેપ્લિનની વર્ષગાંઠ

Jaiprakash chouksey | Apr 19, 2017, 02:53 AM IST

  • સ્વિત્ઝર્લેન્ડમાં ચાર્લી ચેપ્લિનની વર્ષગાંઠ,  parde ke pichhe news in gujarati
(ચાર્લી ચેપ્લિન)

એપ્રિલની સોળમી તારીખે સ્વિત્ઝર્લેન્ડમાં કોઈ એક જગ્યાએ અનેક લોકો ચાર્લી ચેપ્લિન દ્વારા અભિનીત પાત્રો જેવા પોષાક પહેરીને ભેગા થયા. જો મનોરંજનને મંદિર કહીએ અને તેમાં કોઈ મૂર્તિની સ્થાપના કરવામાં આવે, તો તે ચોક્કસપણે ચાર્લી ચેપ્લિનની જ હશે. તેની કેટલીક ફિલ્મોને હોલિવૂડના એક સંગ્રહાલયમાં પણ રાખવામાં આવી છે. જ્યાં તેની સારસંભાળ માટે નિષ્ણાતો ખડેપગે રહે છે. જેવી રીતે મહાન ભારતીય ફિલ્મોને સાચવવાનું કામ શિવેન્દ્રસિંહ ડુંગરપુર કરે છે. ચાર્લી ચેપ્લિનનાં માતા-પિતા અત્યંત ગરીબ હતાં. ચાર્લી ચેપ્લિનને ‘ગરીબીએ ખૂબ પ્રેમથી પોષ્યા.’ કેવું જોગાનુજોગ છે કે વિશ્વના મોટાભાગના હસાવનારા ગરીબ પરિવારમાં જન્મ્યા છે. આપણા જૉની વોકરનું પણ એવું છે. કદાચ ઈશ્વરે ગરીબ વ્યક્તિને હસવા અને હસાવવાનું શક્તિ આપી છે. 
 
સર રિચર્ડ એટનબરોએ પણ ફિલ્મ ‘ગાંધી’ પછી ચાર્લી ચેપ્લિનની બાયોપિક બનાવી. 21મી સદીમાં વિજ્ઞાન તેમજ ટેક્નોલોજી રોજ નવી-નવી શોધ કરી રહી છે. પરંતુ એ કદી ગાંધી કે ચેપ્લિન પેદા નહીં કરી શકે.1931માં ચાર્લી ચેપ્લિન ગાંધીજીને મળવા ગયા હતાં. આ મુલાકાત લંડનમાં થઈ હતી. ચાર્લી ચેપ્લિન ભારતના સ્વતંત્રતા આંદોલનના સમર્થક હતા. તેમણે ગાંધીજીને તેમના મશીન વિરોધી વિચારોને પણ સમજાવવાનો આગ્રહ કર્યો હતો. ગાંધીજીએ તેમને સમજાવ્યું કે, મશીન અને ટેક્નોલૉજી પૈસાદારોને પ્રાપ્ત થાય છે, આ પછી તેઓ તેનાથી ગરીબોનું શોષણ કરે છે. 
 
ભારતીય ખેડૂત પાસેથી ઓછા પૈસે રૂ ખરીદી માન્ચેસ્ટરમાં કપડાં બનાવવાનું કારખાનુ ચલાવે છે. ચાર્લી ચેપ્લિન ગાંધીજીના આ વિચારોથી એટલા પ્રભાવિત થયા કે તેમણે ‘મોડર્ન ટાઇમ્સ’ બનાવ્યું. જેના એક વિશ્વ પ્રસિદ્ધ દૃશ્યમાં એક મોટા મશીનના ચક્રની સાફસફાઈ કરનારા કર્મચારી પોતાનું કામ કરી રહ્યાં છે અને કોઈએ મશીન ચલાવી દીધું. મશીનના સ્પેરપાર્ટ્સરૂપે માણસો ફરતાં દેખાય છે.ચાર્લી ચેપ્લિન જ્યારે ટોચ પર હતા ત્યારે તેમના આરોપ લગાવાયો કે તેઓ સામ્યવાદી છે અને અમેરિકાની મૂડીવાદી વ્યવસ્થા તોડવા માગે છે. ચેપ્લિને રાતોરાત છૂપાઈને અમેરિકાથી ભાગવું પડ્યું હતું અને પોતાની જન્મભૂમિ લંડનમાં આવી પહોંચ્યા હતા. વર્ષો પછી પોતાની ભૂલ સ્વીકારીને અમેરિકાઅે તેને પાછો ફરવાનો આગ્રહ કર્યો અને જીવનપર્યંત સિનેમાની સેવા માટે ઓસ્કરથી નવાજ્યા. સત્તાધીશો હથિયાર કે હિંસાથી નથી ડરતાં પણ સૌથી વધુ ડર તેઓને હસાવનારાઓના કટાક્ષનો હોય છે.
(Parde Ke Pichhe Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Abhivyakti Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Switzerland in Charlie Chaplin Anniversary
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended