Home »Abhivyakti »Editorial Article» Pits Higher Education Criminal Haunt In US By Editorial Article

ઉચ્ચ શિક્ષણમાં ખાડા, ગુંડાગીરીના અખાડા

Editorial Article | Mar 07, 2017, 04:42 AM IST

  • ઉચ્ચ શિક્ષણમાં ખાડા, ગુંડાગીરીના અખાડા,  editorial article news in gujarati
(તસવીર પ્રતિકાત્મક)
 
ભૂતકાળમાં અનેક વાર લૂંટફાટના ઇરાદે કોઇ ગુજરાતી કે ભારતીયની અમેરિકામાં હત્યા થઈ હોય ત્યારે તેને ભારતીય પરના હુમલા તરીકે અહીંનાં પ્રસાર માધ્યમોમાં રજૂ કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા થોડા વખતમાં થયેલા ત્રણ ભારતીયો પરના હુમલા દેખીતા રંગદ્વેષી પ્રકારના છે. એ ખૂની હુમલા માટે લૂંટફાટનો આશય નહીં, ધિક્કાર કારણભૂત છે. આવો ધિક્કાર વ્યક્તિગત હોય તે એક વાત છે અને સુઆયોજિત પ્રચારથી તેની હવા જમાવવામાં આવે તથા અમેરિકાના સર્વોચ્ચ સત્તાધીશ એવા પ્રમુખને તેનું સમર્થન હોય, તે વધારે શરમજનક, ખેદજનક અને ચિંતાજનક છે.
 
પ્રમુખપદની ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પોતે કલ્પી લીધેલા અમેરિકાના હિતશત્રુઓ વિરુદ્ધ અઢળક ઝેર ઓક્યું હતું. એ વખતે એવો આછોપાતળો આશાવાદ હતો કે બખાળાની કક્ષાનો ઝેરી પ્રચાર ટ્રમ્પે ચૂંટણી જીતવાના તિકડમ તરીકે ભલે કર્યો, પણ સત્તા પર આવ્યા પછી તે વધુ જવાબદારીથી વર્તશે. ટ્રમ્પે આ ધારણા ખોટી પાડી અને મુસ્લિમ બહુમતી ધરાવતા સાત દેશોના લોકોના અમેરિકાપ્રવેશ પર બંધી ફરમાવી. ન્યાયતંત્રની દખલગીરી પછી ટ્રમ્પને કામચલાઉ ધોરણે પાછાં પગલાં ભરવાં પડ્યા.
 
ફક્ત મુસ્લિમો જ શા માટે, મેકિસકોના લોકોથી માંડીને આફ્રિકન-અમેરિકનો, સજાતીય વલણ ધરાવતા લોકો, લેટિનો, મહિલાઓ-એ સૌ પ્રત્યે ટ્રમ્પનું વલણ ઓછામાં ઓછું બિનસન્માનજક કહેવાય એવું હતું. ઘણાખરા કિસ્સામાં તે આ સમુદાયો કે તેની ચોક્કસ વ્યક્તિઓ વિશે પ્રમુખપદના ઉમદવારને નહીં, ધોરણસરના કોઈ પણ માણસને ન શોભે એવી ભાષામાં બોલતા હતા. ભારત સહિતના દેશોમાંથી અમેરિકા આવતા અને (તેમના મતે) અમેરિકાના લોકોની નોકરીઓને ખાઈ જતા વિદેશીઓ વિશે પણ ટ્રમ્પને આકરા વાંધા હતા. છતાં, વચ્ચે વચ્ચે તે ભારત વિશે અંજલિવચનો બોલતા હોવાથી, ભારતમાં ઘણાને એવો ભ્રમ થઈ ગયો કે ટ્રમ્પ ભારતીયો પ્રત્યે કૂણા રહેશે.
 
ભારતમાં આવી સ્થિતિ હોય, તો અમેરિકામાં શી કસર રહે? રીપબ્લિકન હિંદુ કોએલિશન, શિખ્સ ફોર ટ્રમ્પ અને મુસ્લિમ્સ ફોર ટ્રમ્પ જેવાં જૂથ અમેરિકામાં ટ્રમ્પના ટેકામાં સક્રિય હતાં. અમેરિકામાં અને ભારતમાં આવા ભ્રમમાં રહેલાં જૂથ એ સચ્ચાઈ ભૂલી ગયાં કે ધિક્કારને પોષવાથી ક્યારેક ને ક્યારેક તે આપણી સામે આવીને ઊભો રહે છે.ભારત સરકારે અમેરિકાની સરકાર સમક્ષ ચિંતા અને રજૂઆત કરી છે, જેના જવાબમાં ઔપચારિક આશ્વાસનથી વિશેષ કંઈ મળ્યું નથી. ભારતીય એન્જિનિયરની હત્યા પછી સાંત્વના અને હત્યાને વખોડવાના બે શબ્દોમાં ટ્રમ્પે અઠવાડિયું કાઢી નાખ્યું. બીજા વિશ્વયુદ્ધ સમયની પ્રખ્યાત કવિતા સ્વરૂપાંતરે સતત ભજવાતી રહે છે. એ લોકો મુસ્લિમોને, મેક્સિકનોને, સજાતીય સંબંધ ધરાવનારાને, આફ્રિકન અમેરિકનોને... મારવા આવે ત્યારે ભારતીયો ચૂપ રહે, તો પછી ભારતીયો નિશાન બને ત્યારે શું?
(Editorial Article Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Abhivyakti Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Pits higher education criminal haunt in US by Editorial Article
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended