Home »Abhivyakti »Aas-Pass» Philosopher Wilhelm Reich Revolutionary Author Life

વાત એક ક્રાંતિકારી લેખકના જીવનની

Kanti Bhatt | Mar 18, 2017, 02:59 AM IST

  • વાત એક ક્રાંતિકારી લેખકના જીવનની,  aas-pass news in gujarati
(વિલ્હેમ રેશ )
 
આજે એવા બળવાખોર અને વિવાદાસ્પદ વિષયો ઉપર લેખો-પુસ્તકો લખનારા ફિલસૂફ વિલ્હેમ રેશ વિશે લખવું છે. તેણે કહેલું કે સેક્સ માત્ર શારીરિક નથી. તે બે આત્માને મળવાનો એક રિયલ ઇમોશનલ એક્સપિરિયન્સ છે. બે માનવોના લાગણીતંત્રને હલબલાવી નાખે તેવો અનુભવ છે. બે હૈયા પોતાના અહમને નેવે મૂકે છે અને પોતાની સ્પિરિચ્યુઅલ ઓળખ ખુલ્લી કરે છે.આવા વિવાદાસ્પદ વિધાનો માટે લેખક જેલમાં પણ ગયેલા અને પછી ત્યાં 3-11-1957ના રોજ તે જેલમાં જ મરી ગયેલા કે મારી નખાયેલા. પણ 60 વરસની ઉંમરમાં તેઓ આવતાં 600 વર્ષ ચાલે તેવી ફિલસૂફી મુકતા ગયા છે.

હું ભાગ્યશાળી છું કે તેનું પુસ્તક : ‘મેન હું ડ્રીમ્ડ ઓફ ટુમોરો- ધ લાઈફ એન્ડ થોટ ઓફ વિલ્હેમ રેશ’ મારી પાસે 30 વર્ષથી છે. તેમાં જે વિચારરત્નો છે અને કેટલાંક ‘રત્નો’ સળગતા અંગારા જેવા છે તે રજૂ કરું છું. વિલ્હેમ રેશનું જીવન ટૂંકમાં કહી દઉં કે તે એક ખાતાપીતા ખેડૂતનો દીકરો હતો. પિતા લાગણીઓ કે પ્રેમની લપ્પન-છપ્પનમાં પડતા નહીં. પણ માતા સેસિલિયા તરવરાટવાળી યુવતી હતી. તેના સંસ્કાર વિલ્હેમ રેશને મળેલા. જે વિષયને લેતો તેને ચૂંથી નાખતો. તે સ્ત્રીઓની આર્થિક સ્વતંત્રતામાં માનતો તેમજ સ્ત્રીઓના માનસિક આરોગ્યમાં માનતો.પણ સમાજને કે તે વખતની સરકારને આવા બધા છૂટછાટવાળા રજનીશ બ્રાન્ડ વિચારો પચ્યા નહીં. તેનાં છ ટન જેટલાં વજનનાં પુસ્તકો બાળી નખાયા અને તેના સેક્સ અંગેના છૂટછાટવાળા વિચારો બદલ જેલમાં નખાયા.

લેખને આગળ લખતા પહેલાં લંડનના ‘ગાર્ડિયન’ દૈનિકમાં તા. 8-7-2011ના રોજ વિલ્હેમ રેશ વિશે લેખ લખ્યો છે તેનંુ મથાળુ છે ‘વિલ્હેમ રેશ: ધ મેન હું ઇન્વેન્ટેડ ફ્રી લવ.’ અરે બાપા! એમાં ઇન્વેન્ટ કરવા જેવું નથી. આ વાત તો જમાનાઓથી મહાભારત, રામાયણના જમાનાથી ચાલી આવે છે. હવે જલદીથી આપણા વિલ્હેમ રેશના કીમતી વિચારો જોઈએ:
 
* ‘ધ ક્વેસ્ટ ફોર ફુલ સેક્સુઅલ યુનિયન’ નામના પુસ્તકમાં વિલ્હેમ રેશે લખ્યું છે કે માનવી જુવાનીમાં તેની શારીરિક ઇચ્છાઓ દાબી રાખે છે અને લગ્નમાં ‘વફાદારી’ અને ‘બેવફાઈ’ જેવી વાહિયાત વાતોને આડી લાવે છે તેની સામે તેણે રોષે ઠાલવ્યો.
મેરી રુસવાઈ મેં વો ભી હૈ/ બરાબર કા શરીક/ મેરે (પ્રેમ કે) કિસ્સે ઓરો કો/ સુનાતા ક્યા હૈ?
કોઈ પણ વ્યક્તિ અને ખાસ તો સ્ત્રી લગ્નમાં બેવફા થાય તેમાં મહદંશે વાંક પુરુષોનો હોય છે, તેણે તેની સ્ત્રીની બેવફાઈ માટે તેને વગોવવી ન જોઈએ. * આ જગતના તમામ ધર્મો એક ભ્રમજાળ છે. તે ભ્રમજાળ ઉપર રચાયેલો છે અને યાદ રહે કે મિસ્ટિકલ અનુભવ કહે છે, પણ કશું જ મિસ્ટિકલ નથી. મિસ્ટિકલ હોય તો પણ ખુલ્લુ જ હોવું જોઈએ.
* સ્ત્રીઓને જ સાંધાના દુ:ખાવા- રહ્યુમેટીઝમ કે આધાશીશી અને માથાના દુખાવા કેમ વધુ થાય છે? સૌથી વધુ ઇમોશનલ લાઇફને સ્ત્રીએ દાબી દેવી પડે છે. જાણે સમાજમા એક ‘કાનૂન’ થઈ ગયો છે- સપ્રેસ યોર ઈમોશનલ લાઈફ! (શુંકામ પુરુષો સપ્રેસ નથી કરતા?).
* કોઈ જ પૂર્ણ પુરુષ નથી. તે પૂર્ણ થવા જાય છે ત્યાં જ કંઈક વચ્ચે ગુમાન આવે છે કે શીથીલતા આવે છે. એટલે વિકાસ અટકી જાય છે. રજનીશને આપણે સૌએ એટલે જ ‘મારી નાખ્યા’ તેને એક માનવ તરીકે ન જોયા. ‘નો પર્સન ઓન ધ પ્લેનેટ ઈઝ ઈનફોલિબલ’ આ જગતમાં દરેક વ્યક્તિ એક કે અનેક ભૂલ કરે જ છે! * આજે ઠેર ઠેર હિંસા, બળાત્કાર શું કામ છે? આ એક પેઢીનો ગુનો નથી. માનવીને જ્યારથી તેની પ્રેમ કરવાની મૂળભૂત જરૂરિયાત છે તે પ્રેમ નથી મળતો ત્યારે તે બળાત્કાર કરે છે.
* એક ખૂબ જ ગહન વાત વિલ્હેમ રેશ કહે છે તે ઊંડેથી વિચારવા જેવી છે. ‘હા, તમે મન નાસ્તિક કહો, હું તો કહ્યું છું કે ‘ઈશ્વર’નું અસ્તિવ છે જ, પરંતુ તમે સૌ માનો છે તેવા સ્વરૂપમાં તેનું અસ્તિત્વ નથી. ગોડ ઈઝ ‘પ્રાયમલ કોસ્મિક એનર્જી.’ અહીં પ્રાયમલનો અર્થ સમજવા જેવો છે. પણ તો કોસ્મિક એટલે શું? કોસ્મિક એટલે અંતરીક્ષને લગતું બ્રહ્માંડ સંબંધી અને જાગતિક પ્રાયમલ એટલે અસલી કે બુનિયાદી. સાવ સાદો અર્થ કરીને કહુ તો તમારી ચારેકોર એક અસલ- બુનિયાદી શક્તિ ફરી રહી છે. તે જ ઈશ્વર છે. તમે તેમાથી કેટલી શક્તિ પકડો છો તેના ઉપર તમારા વિકાસનો આધાર છે. તમે બીજી ભૌતિક બાબતોમાં વડચકા ભરો તો પ્રાયમલ કોસ્મિક એનર્જી બાબતમાં કોરા ધાકોર રહો છો. અને એને પકડો છો ત્યારે તમને પ્રેમ પ્રગટે છે. તમારી જીવન પ્રત્યેની નિષ્ઠા વધે છે. કુદરતને તમે બરાબર તમારા ભાગરૂપે જોઈ શકો છો.
(Aas-Pass Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Abhivyakti Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Philosopher Wilhelm Reich revolutionary author life
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended