Home »Abhivyakti »Management Fundas» How Would Consider Worthwhile Of Clean India Idea By N Raghuraman

સ્વચ્છ ભારતનો વિચાર કેમ કરીને સાર્થક થશે?

N Raghuraman | Mar 17, 2017, 05:10 AM IST

  • સ્વચ્છ ભારતનો વિચાર કેમ કરીને સાર્થક થશે?,  management fundas news in gujarati
(તસવીર પ્રતિકાત્મક)
 
થોડા દિવસ પહેલાં જાપાન ગયેલો એક ભારતીય ત્યાંની લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. તેની સામેની સીટ ખાલી હતી, માટે તેણે પોતાના બંને પગ તેના પર રાખી દીધા, જે આપણા અહીંની સામાન્ય વાત છે. એક જાપાની વડીલે દૂરથી એ જોયું. તેઓ એક પણ શબ્દ બોલ્યા વિના તેની સામે બેસી ગયા. ભારતીય મુસાફરે પોતાના પગ તેમનાથી થોડા દૂર કર્યા, જેથી તે વ્યક્તિ આરામથી બેસી શકે. પછી વડીલે મુસાફરના બંને પગ ઉપાડ્યા અને પોતાના ખોળામાં મૂકી દીધા. એ વ્યક્તિને સમજાયું અને ઘણું ખરાબ પણ લાગ્યું. તેણે તરત પોતાના પગ તેમના ખોળામાંથી ખેંચ્યા અને સામાન્ય મુસાફરની જેમ બેસી ગયો. વડીલ હસ્યા, પણ કહ્યું કશું જ નહીં.
 
બાદમાં જ્યારે ભારતીયનું મન શાંત થયું ત્યારે તેણે વડીલને આ ગાંધીગીરીનું કારણ પૂછ્યું. તેમણે જવાબ આપ્યો કે રેલવે અમારા દેશની સંપત્તિ છે અને અમે તેનો ખરાબ ઉપયોગ થતો નથી જોઈ શકતા, બીજી બાજુ તમે અમારા દેશના મહેમાન છો, માટે તમારા પ્રત્યે અમે કડક પણ નથી થઈ શક્તા. જેમ તમારા દેશમાં હોય છે- મહેમાન ઈશ્વરનું રૂપ હોય છે, એવી અમારી પણ માન્યતા છે. માટે મેં વિચાર્યું કે તમને તે ફીલ કરાવવા માટે મારે કંઈક કરવું જોઈએ. આ ઘટના બાદ ત્રણ સપ્તાહ જાપાનમાં પસાર કરનારા ભારતીય મુસાફરનો જાપાન, ત્યાંની સ્વચ્છતા, ત્યાંના લોકો પ્રત્યેનો દૃષ્ટિકોણ સંપૂર્ણ બદલાઈ ગયો. તેને લાગ્યું કે આ પ્રકારની સારી ટેવો કોઈના જીવનમાં વચ્ચેથી નથી નાખી શકાતી, બલ્કે બાળપણથી જ તેની દરેક ગતિવિધિમાં સ્કૂલમાંથી શીખવી શકાય છે.
 
જાપાનના લોકો બાકીની દુનિયાની સરખામણીમાં અલગ જ છે. સ્કૂલોમાં સાફ-સફાઈ મોટા ભાગનાં બાળકો પોતે જ કરે છે.એક પરિચિત સાથે ઘટેલી આ ઘટના બાદ મધ્યપ્રદેશના ગાડરવારાની સ્કૂલના મેનેજમેન્ટે એક પ્રયોગ કર્યો. તેમણે બાળકોનાં પેરેન્ટ્સને જાપાની સ્કૂલનો વિડિયો બતાવ્યો. આ પ્રયોગની સીધી અસર એ થઈ કે એક દિવસ ટીચર્સે સવારે આઇસક્રીમ કોન જેવું હોલ્ડર પ્રાઇમરી સ્કૂલના દરેક રૂમમાં દરેક ટેબલ પર રાખેલું જોયું. આને વેસ્ટ કાગળમાંથી બનાવવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્શન ટીમને બાદમાં બાળકોના કોનના આઇડિયા પર આશ્ચર્ય ન થયું, બલ્કે બાળકોનું સફાઈ પ્રત્યેનું કમિટમેન્ટ ગમ્યું. આજે આ બાળકો ઓછો કચરો કરે છે.ફંડા એ છે કે, સ્વચ્છ ભારત જેવા દરેક અભિયાનને બાળકો દ્વારા આગળ વધારવું જોઈએ, જેથી તે સફળ રાષ્ટ્રીય અભિયાન બની શકે.
(Management Fundas Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Abhivyakti Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: How would consider worthwhile of Clean India idea by N Raghuraman
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended