Home »Abhivyakti »Parde Ke Pichhe» Gulshan Kumar And Musical Biopic Market By Jaiprakash Chouksey

ગુલશન કુમારની બાયોપિક અને સંગીતનું બજાર

jaiprakash chouksey | Mar 18, 2017, 03:06 AM IST

  • ગુલશન કુમારની બાયોપિક અને સંગીતનું બજાર,  parde ke pichhe news in gujarati
(ગુલશન કુમાર)
 
ટીસિરીઝ સંગીત કંપનીના માલિક ગુલશન કુમારની મુંબઈમાં હત્યા કરાઈ હતી. આ અપરાધ માટે પકડાયેલા અમુક લોકો છૂટી ગયા છે અને પોતે જ રચેલા ભ્રમથી ડરીને સંગીતકાર નદીમ લંડન જઈ વસ્યા છે. તેમના જતા જ તેમના સાથી શ્રવણ સર્જન ક્ષેત્રમાં સૂન્ન થઈ ગયા અને એક સફળ જોડીની સર્જન કથા અધૂરી જ રહી ગઈ. નદીમ આજે પણ સ્વયંરચિત વનવાસ ભોગવી રહ્યા છે અને શ્રવણ ખોવાઈ ગયા છે. આ આખો મામલો અધૂરા ગીત જેવો છે, જેનો અંતરો તો છે પરંતુ મુખડુ જ અલોપ છે. યાદ આવે છે નિદા ફાઝલીની પંક્તિઓ, ‘તેરે ઘર આંગન જો ખિલા નહીં વહ તુલસી કી રામાયણ હૈ, તેરા રામ નહીં જો બીત ગયા વહ ઇતિહાસ હૈ તેરા, જો કાટના હૈ વહ વનવાસ હૈ તેરા.’
 
જોકે, તાજા સમચાર એ છે કે ગુલશન કુમારની બાયોપિક બની રહી છે અને અક્ષય કુમારે નાયકની ભૂમિકા સ્વીકારી લીધી છે. અક્ષય સમજીવિચારીને ફિલ્મ કરે છે. તેને સારી રીતે ખબર છે કે બાબા રામદેવના બિઝનેસ ઓર્ગેનાઇઝેશન બાદ સૌથી વધારે બિઝનેસ માર્કેટ ટી સીરીઝની છે. તમે બસમાં મુસાફરી કરતા હો, ‘ટી સિરીઝ’ના ઓછા ભાવને કારણે તેના માલને તપાસથી મુક્ત રખાયો છે. ધર્મ અને ભાવ(પ્રાઈસ) જીવન સાથે તીવ્ર રીતે સંકળાયેલા છે.
 
ટી સિરીઝના જન્મદાતા ગુલશન કુમાર દિલ્હીમાં ફળોનો રસ વેચતા હતા. તેમને પોતાને સંગીત શીખવાનો શોખ હતો અને કેસેટ રેકૉર્ડર સાથે રાખતા હતા. શરૂઆતમાં તેમણે એ ફિલ્મોની મ્યુઝિક કેસેટ વેચી જેના મ્યૂઝિક રાઇટ્સ તેમની પાસે ન હતા, પરંતુ બાદમાં તેમણે મ્યુઝિક રાઇટ્સ ખરીદવાનું શરૂ કરી દીધું. તરત પૈસા કમાવવાની ચાહમાં ફિલ્મકારોએ રાઇટ્સ વેચ્યા અને દાયકાઓથી એકમાત્ર સંગીત કંપની હિઝ માસ્ટર્ઝ વૉઇસ(એચએમવી)ના પાયા હલબલી ગયા.
 
ગુલશન કુમારે ફિલ્મ નિર્માણમાં પણ ડગ માંડ્યા. તેમણે મહેશ ભટ્ટ પાસે ‘આશિકી’ નામની સફળ ફિલ્મ બનાવડાવી, જેને કારણે મહેશ ભટ્ટનો પણ સ્વંય પાડેલો વનવાસ સમાપ્ત થયો. ‘આશિકી’ પરંપરાની જેમ વિકસિત થઈ છે. યાદ આવે છે સાહિર સાહબ, ‘પ્યાર પર બસ તો નહીં મેરા પર તૂ હી બતા દે તુઝે પ્યાર કરું યા નહીં.’ એ જમાનામાં ગુલશન કુમાર અને અનુરાધા પૌંડવાલની નિકટતા સમાચારોમાં હતી. માટે ગુલશન કુમાર બાયોપિકમાં પ્રેમ, હિંસા, હત્યા અને બજાર સામેલ છે, જે કારણે સેન્સેશનલ સંગીતમય ફિલ્મ બની શકે છે.
(Parde Ke Pichhe Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Abhivyakti Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gulshan Kumar and musical biopic Market by jaiprakash chouksey
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended