Home »Abhivyakti »Parde Ke Pichhe» City At A Standstill In The Wild Pigeon By Jaiprakash Chouksey

મહાનગરના જંગલમાં ફસાયેલું પારેવું

jaiprakash chouksey | Mar 17, 2017, 05:07 AM IST

  • મહાનગરના જંગલમાં ફસાયેલું પારેવું,  parde ke pichhe news in gujarati
( ફિલ્મ નામ ‘ટ્રેપ્ડ’)
 
આદિત્ય મોટવાની દિગ્દર્શિત હિન્દુસ્તાની ભાષામાં બનેલી ફિલ્મનું નામ ‘ટ્રેપ્ડ’ અર્થાત ‘ફસાયેલું’ છે. મહાનગરની ખાલી બિલ્ડિંગના 35મા માળે એક માણસ ફસાઈ ગયો છે અને ચાવી બંધ દરવાજાના બહારના ભાગમાં રહી ગઈ છે. તે ખરીદદાર છે અને ફ્લેટ જોવા માટે આવ્યો છે. તેની નાની ભૂલ એ છે કે ચાવી દરવાજાના તાળામાં રહી ગઈ અને દરવાજાનું તાળું જામ થઈ ગયું તથા હવાને કારણે દરવાજો બંધ થઈ ગયો છે. દાયકાઓ પૂર્વે હૉલિવૂડની ફિલ્મનું નામ હતું, ‘ધ વિન્ડ કેન નૉટ રીડ’ અર્થાત્ હવા વાંચી નથી શક્તી. 
 
‘ટ્રેપ્ડ’દર્શકોને બાંધી રાખે છે, કેમ કે સૂનકાર ફ્લેટમાં સાધનહીન વ્યક્તિ કોઈ પણ રીતે સાધનોનો જુગાડ કરે છે અને બહારની દુનિયાને પોતાના ફસાયેલા હોવાનું સૂચન કરે છે. આ આખો ઉપક્રમ રોચક છે. સંપર્કનો તેના પ્રયાસ પડોશી બિલ્ડિંગની એક મહિલા સુધી પહોંચે છે અને એ તે માળ સુધી પહોંચી જાય છે અને પ્રતિક્રિયા પણ આપે છે પરંતુ ત્યાં સુધી થાકેલા યુવાનનો અવાજ રુંધાઈ જાય છે. જે રીતે આજે પ્રજાના જાગૃત લોકોએ અવાજ ઉઠાવવાનું બંધ કરી દીધું છે. આ દુ:ખદ સ્થિતિ પરથી દુષ્યંત કુમાર યાદ આવે છે, ‘વે મુતમઇન હૈં કી પથ્થર પિઘલ નહીં સકતા, મૈં બેકરાર હૂં આવાઝ મેં અસર કે લિએ.’ 
 
‘ટ્રેપ્ડ’ને આપણે ભારતના વર્તમાનનું પ્રતિનિધિત્વ કરનારી ફિલ્મ પણ માની શકીએ છીએ, કેમ કે અનેક વ્યક્તિ સ્વંયને વ્યવસ્થા દ્વારા ટ્રેપ્ડ માને છે. અદૃશ્ય બેડીમાં જકડાયેલો છે સામાન્ય માણસ. આ સંદર્ભ સાથે જોડાયેલી નિદા ફાઝલીની પંક્તિઓ છે, ‘યહ જીવન શોરભરા સન્નાટા, જંજીરો કી લંબાઈ તક હૈ તેરા સારા સૈર સપાટા.’ આ ફિલ્મકારની કમાલ છે કે તેણે આખો ઘટનાક્રમ મહાનગરની ગગનચુંબી ઈમારતો આસપાસ રચ્યો છે પરંતુ આ રીતે તો મનુષ્ય ગીચ જંગલમાં ફસાય છે, તેને બહાર નીકળવા માટેનો રસ્તો નથી જડતો. સ્પષ્ટ છે કે ફિલ્મકાર જંગલ રુપી મહાનગરને સંબોધી રહ્યા છે.
 
જો યુદ્ધ થશે તો ગગનચુંબી ઇમારતો સહેલું નિશાન સાબિત થશે.ફિલ્મ દિગ્દર્શકનું માધ્યમ છે. દર્શકોનો સંબંધ માત્ર પડદા પર જે દેખાય છે તેની સાથે જ છે. રાજકુમાર રાવ આ અદૃશ્ય યુદ્ધમાં ભારી પડી રહ્યો છે. સાથે એ ચચરે પણ છે કે તેની પ્રેમિકા તેની રાહ જોઈ લેત તો તેના સંઘર્ષના પુરસ્કાર તરીકે સિદ્ધ થાત, પરંતુ ‘જોડીઓ તો આસમાન’મા બને છે. આ ફિલ્મ મનુષ્યના સાહસ અને વિપરીત પરિસ્થિતિઓમાં ટકી રહેલા અડીખમ પહેલવાનની છે.
(Parde Ke Pichhe Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Abhivyakti Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: City at a standstill in the wild pigeon by jaiprakash chouksey
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended