Home »Abhivyakti »Parde Ke Pichhe» Article Of Parde Ke Pichhe By Jaiprakash Chowkse

તહેવારો અને બજારનું બદલાતું સ્વરૂપ

Jaiprakash Chowkse | Mar 16, 2017, 03:08 AM IST

  • તહેવારો અને બજારનું બદલાતું સ્વરૂપ,  parde ke pichhe news in gujarati
એક જમાનામાં ફિલ્મોમાં મોટા ભાગે હોળી, દિવાળી, ઈદ વગેરે તહેવારોનાં દૃશ્યો રાખવામાં આવતા હતા. બાદમાં આર્થિક વિકાસ અને ભૌગોલિકરણના જમાનામાં વેલેન્ટાઇન ડે જેવા નવા તહેવારો પણ આવ્યા પરંતુ ગત થોડાં વર્ષોમાં પરંપરાગત તહેવારો પર પ્રજાનું ઉત્સાહથી સામેલ થવાનું ઓછું થઈ રહ્યું છે. આખા શહેરમાં રમાતી હોળી મહોલ્લામાં સીમિત થઈને હવે પરિવારમાં સમેટાઈ ગઈ છે. આ અદૃશ્ય થવા પહેલાનો સ્ટેજ છે. હોળી સમાજના પ્રેશર કૂકરનો સેફ્ટી વૉલ્વ છે. એ દિવસે હૃદયમાં ઉઠેલી ભરતીને રંગો વડે અભિવ્યક્ત કરી શકીએ છીએ.

જોકે, તજજ્ઞોની સલાહ છે કે આગામી વિશ્વયુદ્ધ પીવાના પાણી માટે લડાશે. હોળીના પરંપરાગત સ્વરૂપમાં પાણીનો બગાડ થાય છે, માટે ગુલાલથી રમવા માટે મેસેજ આપવામાં આવ્યા. અમુક સમૃદ્ધ લોકો ગુલાબના પીંછા એકબીજા પર વરસાવે છે. દરેક તહેવારમાં સમાજનો વર્ગભેદ ઘૂસી જાય છે. ગરીબ ક્યાંથી ગુલાબ લાવે. હવે તો ગરીબ પાસે ફક્ત ‘મુન્નાભાઈ’વાળી જાદુ કી ઝપ્પી જ બચેલી  છે. પાણી બચાવોનો સંદેશ ફક્ત ગરીબ વ્યક્તિ માટે જ છે, કેમ કે શ્રેષ્ઠિવર્ગની પ્રિય રમત ગોલ્ફ માટે કેટલાક એકર જમીનને લીલીછમ રાખવા માટે સૌથી વધુ પાણીનો વપરાશ થાય છે અને આ રમત સાવ ઓછા લોકો રમી શકે છે. તેને રોકી નથી શકાતી.

સ્વતંત્રતા પહેલા 1946માં ચેતન આનંદની ‘નીચા નગર’એ આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં પુરસ્કાર જીત્યો હતો. આમાં પાણીની ટાંકી પર્વત પર છે, જે શ્રેષ્ઠી વર્ગના તાબામાં છે. નીચે સાધનહીન લોકો પાણીના એક-એક ટીપા માટે તરસે છે. પાણી પર મૂડવાદીનો કબ્જો છે. આ ફિલ્મનું પ્રદર્શન થઈ નહોતું શક્તું, કેમ કે આ યથાર્થવાદી ફિલ્મ હતી અને આમાં પરંપરાગત મસાલો ન હતો. આજકાલ ઉજવાતા તહેવારોમાં હવે પહેલાં જેવો ઉત્સાહ નથી દર્શાવાતો, કેમ કે આપણી હસવાની અને રડવાની બંનેની ક્ષમતા ઓછી થઈ ગઈ છે. કોઈ વાત તો છે, જેણે આ પ્રવાહને કુંઠિત કરી નાખ્યો છે.

ધીમે-ધીમે આપણે મશીનવત્ થઈ રહ્યા છીએ. સ્ટીવન સ્પિલબર્ગની એક ફિલ્મમાં એકલી રહેતી મહિલાએ ખાસ ઑર્ડર આપીને ઘરના કામકાજ માટે બાળક જેવો દેખાતો રોબો બનાવ્યો હતો. જ્યારે એ મહિલાને કેન્સર થાય છે અને મૃત્યુ દરવાજે ટકોરા મારે છે ત્યારે એ મશીન રોબોની આંખમાંથી આંસુ ટપકવા લાગે છે. પણ, બીજી તરફ આપણી લાગણીઓ શૅરબજાર પૂરતી મર્યાદિત થઈ ગઈ છે.
(Parde Ke Pichhe Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Abhivyakti Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Parde ke Pichhe by Jaiprakash Chowkse
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended