Home »Abhivyakti »Management Fundas» Article Of Management Fundas By N Raghuraman

સફળતા મેળવવા માટે વિશ્વાસ કરતા શીખો

N Raghuraman | Mar 16, 2017, 03:05 AM IST

  • સફળતા મેળવવા માટે વિશ્વાસ કરતા શીખો,  management fundas news in gujarati
સ્ટોરી 1:કોલાર ગોલ્ડ માઇનના કિનારે પોતાના અન્ડર કન્સ્ટ્રક્શન ઘરની સિમેન્ટની દીવાલો પર પાણી છાંટતી વખતે તેનો હાથ નજીકથી પસાર થતા હાઈ ટેન્શન વાયરની ઝપટમાં આવી ગયો. પિતા તેને બચાવવા માટે દોડ્યા, પરંતુ તેમાં તેમણે જીવ ખોયો. તેમના શરીરના કેટલાક અંગ બળી ગયા અને તે પોતાનો હાથ ગૂમાવી બેઠો. આ બધું થયું માત્ર 10 વર્ષની ઉંમરમાં. કેટલાય મહિના કોમામાં રહ્યા બાદ જીવનમાં પાછા આવવાની તેની યાત્રા શરૂ થઈ. થોડા મહિના બાદ બીમારીના કારણે તેની માતાનું પણ નિધન થયું.

પરંતુ આ તકલીફમાં પણ તેમનો અભિગમ ન બદલાયો. તેઓ સ્પષ્ટ હતા, તેમને ખબર હતી કે આ અંધકારમાં પણ ઉજાસ ક્યાંથી આવવાનો છે. મિત્રોની મદદથી આજે તે બીકૉમ થઈ ચૂક્યો છે. પોતાની ડિસેબિલિટીથી ઉપર ઉઠીને કામ કરવા અને જીવનમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે સરેરાશથી વધારે સ્તરના આત્મવિશ્વાસની જરૂર હોય છે. આ જ વાત યાદ અપાવે છે કેએસ વિશ્વાસ. વિશ્વાસ પેરાલિમ્પિક સ્વિમર છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્રદર્શન કરીને કેટલાય પુરસ્કાર જીત્યા છે અને દેશને તેના પર ગર્વ છે.

તેણે ત્રણ સિલ્વર અને એક બ્રૉન્ઝ મેડલ 2016ના સ્પીડો કેન એમ પેરાસ્વીમિંગ ચેમ્પિયનશિપમાં કેનેડામાં જીત્યા. હમણા તે આ મહિનાના અંતે રાજેસ્થાનમાં થનારી નેશનલ સ્વીમિંગ ચેમ્પિયનશિપ માટે ટ્રેનિંગ લઈ રહ્યો છે. અહીંનું સારું પરફૉર્મન્સ તેને જુલાઈમાં જર્મનીમાં યોજાનારા ઇન્ટરનેશનલ સ્વીમિંગના આયોજનમાં લઈ જશે. તેમાં ગોલ્ડનું લક્ષ્ય નક્કી કરી ચૂક્યો છે. ખાસ વાત એ કે એ અપેક્ષા નથી રાખતો કે તેની ડિસેબિલિટીના કારણે કોઈ તેની મદદ કરે.

સ્ટોરી 2:  ઉડ્ડુપી અને મેંગલૌરના આઠ એક જેવા વિચારોવાળા યુવાનોએ એક ટીમ બનાવી અને શરૂઆત કરી, જેને તેઓ એક્સપેન્સિવ કપડાની બેંક કહે છે. આ માટે તેમણે પોતાના લગ્નના કપડા આપ્યા. આ એવા કપડા હતા, જેનો તેમણે પોતાના લગ્નમાં  ફક્ત એક વાર ઉપયોગ કર્યો હતો. અને એ પછી આ કપડા ભાવનાત્મક જોડાણને કારણે તિજોરીમાં પડ્યા રહ્યા. વિચાર હતો કે ગરીબોટેના મોંઘા લગ્નને કંઈક સસ્તા બનાવવામાં આવે. તેમને આ કપડા એક દિવસના ઉપયોગ માટે આપવામાં આવે. તેમને જોઈને કેટલાય લોકોએ પોતાના મોંઘા કપડા ડોનેટ કર્યા. હવે ગ્રુપની પાસે 80થી વધારે સાડિઓ છે.

ફંડા એ છે કે, તમે હાથ, ઉચ્ચ શિક્ષણ કે રૂપિયા વિના પણ જીવનમાં આગળ વધી શકો છો. તમને જોઈએ ફક્ત એક વસ્તુ- આત્મવિશ્વાસ.
(Management Fundas Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Abhivyakti Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Article of Management Fundas by N Raghuraman
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended